ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં પકડાયે આતંકી એક વર્ષથી સોશિયલ મીડિયા પર સર્ચ કરતો હતો, જૈશનો ફ્લેગ, જેહાદી પુસ્તકો સહિત આ વસ્તુઓ મળી
Last Updated: 03:51 PM, 28 November 2026
ADVERTISEMENT
એક તરફ ગુજરાતમાં આતંકી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, તો બીજી તરફ ગુજરાત ATSની તપાસમાં પકડાયેલા જૈશના આતંકી સાહરુલના કથિત નેટવર્ક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગુજરાતમાં ધરપકડ બાદ તપાસની કડીઓ આસામથી લઈને ઉત્તર પ્રદેશ અને પાકિસ્તાન સુધી પહોંચી છે. આતંકીના આસામ સ્થિત ઘરેથી જેહાદી પુસ્તકો, સંગઠનનો ફ્લેગ અને તેણે પોતે લખેલું જેહાદી સાહિત્ય મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.
ADVERTISEMENT
ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકી સાહરુલના મામલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ATSની ટીમે આસામના તુંગીબારી ગામમાં આવેલા તેના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેના ઘરેથી અનેક સંવેદનશીલ વસ્તુઓ મળી આવી હતી. તેમાં જૈશ-એ-મોહમ્મદનો ફ્લેગ, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરનાં પુસ્તકો અને સાહરુલ દ્વારા લખવામાં આવેલા જેહાદી લખાણનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે સાહરુલ ઉત્તર પ્રદેશના દેવબંદની મદરેસામાં એક વર્ષ સુધી અભ્યાસ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જેહાદી પુસ્તકોના હેન્ડલર મારફતે તેને પુસ્તકો મળ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે. છેલ્લા એક વર્ષથી તે સોશિયલ મીડિયા પર જેહાદી પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી શોધી રહ્યો હતો. સાહરુલ દારૂલ ઇસ્લામની મુવમેન્ટ સાથે જોડાયો હતો કે કેમ તે અંગે પણ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. સાહરુલના બયાત લીધા બાદ આતંકી સંગઠનમાં જોડાયો હોવાની કબૂલાત સામે આવી છે. પૂછપરછમાં તેણે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ તરફથી તેને પ્રથમ ટાસ્ક આપવાનો હતો. જોકે, તે કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત થઈને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વળ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT
સૌથી ગંભીર બાબત એ છે કે સાહરુલ દ્વારા વડોદરાના એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાડીને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ માહિતી સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાહરુલના પોસ્ટ બેંક એકાઉન્ટની વિગતો પણ મંગાવવામાં આવી છે, જેથી તેના નાણાકીય વ્યવહારો અને અન્ય લોકો સાથેના સંપર્ક અંગે માહિતી મેળવી શકાય.
ADVERTISEMENT
ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકી મામલે મોટો ખુલાસો થયો છે. આતંકવાદી સાહરુલના આસામના ઘરે તપાસ કરવામાં આવી. આતંકી સાહરુલ એક વર્ષ ઉત્તર પ્રદેશના દેવબંદ મદરેસામાં ભણ્યો હતો. તેના ઘરેથી જૈશનો ફ્લેગ, જેહાદી પુસ્તક, મસહુદ અઝહરના પુસ્તક અને સાહરુલે લખેલા જેહાદી લખાણ મળી આવ્યાં. આતંકવાદી બનવા માટે તે એક વર્ષથી સોશિયલ મીડિયામાં સર્ચ કરતો હતો. #GujaratATS #JaishETerror #TerrorInvestigation #Assam #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 28, 2026
ADVERTISEMENT
ATSની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે સાહરુલ હથિયાર ચલાવવા માટે ખૂબ જ આતુર હતો. જોકે, હેન્ડલર દ્વારા કહેવામાં આવે ત્યારે જ હથિયાર ચલાવવાનું હતું. આ મામલે પાકિસ્તાનમાં બેઠેલા બે હેન્ડલરની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાહરુલના પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સાથે કેવી રીતે સંપર્ક થયો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ જોડાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
હાલમાં ગુજરાત ATSની ટીમ આસામ, વડોદરા, દાહોદ અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા તમામ લોકોની ઓળખ કરીને તેમની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. આ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓ અને એરફોર્સ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ ગુજરાત ATS પાસે આતંકી સાહરુલની પૂછપરછ કરવા પહોંચી છે.
આ પણ વાંચો : E-memo સાથે છેડછાડ કરનારા ચેતી જજો! શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે સ્પેશિયલ ડ્રાઇવ
હાલમાં ATS દ્વારા સાહરુલના સોશિયલ મીડિયા સંપર્કો, બેંક એકાઉન્ટ, જેહાદી સાહિત્ય અને પાકિસ્તાનના હેન્ડલરો સાથેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસમાં સાહરુલ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેલા અન્ય લોકોની ભૂમિકા પણ મહત્વની બની રહી છે. હવે તપાસમાં પાકિસ્તાનના બે હેન્ડલર અને આ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય લોકો અંગે શું વિગતો સામે આવે છે તેના પર સુરક્ષા એજન્સીઓની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.