ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / સીમાંકન બિલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન; "નારીશક્તિને અમે વચન આપ્યું હતું, સંસદમાં ભાગીદારી વધારીને જ રહીશું"
Last Updated: 05:16 PM, 28 November 2026
ADVERTISEMENT
મહિલાઓને રાજકારણમાં વધુ ભાગીદારી આપવાનું વર્ષો જૂનું સપનું હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંસદથી લઈને વિધાનસભા સુધી મહિલાઓને 33 ટકા અનામત આપવાની ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની નારી શક્તિને આપેલું વચન પૂરું કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. સાથે જ તેમણે મહિલા અનામતના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહિલા અનામત સંબંધિત બિલ અંગે પોતાનો વીડિયો સંદેશ શેર કર્યો છે. આ વીડિયો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, "અમે અમારી 'નારી શક્તિ'ને વચન આપ્યું હતું અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ." આ સંદેશ દ્વારા પીએમ મોદીએ મહિલા અનામતના મુદ્દે સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પોતાના વીડિયો સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વધારવા માટેની લડાઈ છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહી છે. તેઓ પણ વર્ષોથી આ મુદ્દે પ્રયત્ન કરી રહ્યા છે. અનેક મહિલાઓ તેમની સાથે આ મુદ્દો ઉઠાવી રહી છે. ઘણી બહેનોએ પત્રો લખીને પોતાની લાગણીઓ અને વિચારો પણ તેમની સમક્ષ રજૂ કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે દેશની 100 ટકા મહિલા શક્તિના આશીર્વાદ તેમની સાથે છે. તેમણે દેશની દરેક મહિલાને ખાતરી આપી હતી કે મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે, "અમારો ઉત્સાહ ઊંચો છે, અમારી હિંમત અડગ છે અને અમારો સંકલ્પ મક્કમ છે." મહિલા અનામતનો વિરોધ કરનારા રાજકીય પક્ષો દેશની મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં પોતાની ભાગીદારી વધારવાથી રોકી શકશે નહીં. સરકાર હવે માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સંસદમાં સીમાંકન બિલ અને મહિલા અનામત સંબંધિત બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ 30 નવેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બિલની નકલો સંસદના સભ્યોને વહેંચવામાં આવી છે અને તેમને તેનો અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસદોને બિલ અંગે કોઈ પ્રશ્નો હોય અથવા કોઈ વાંધા હોય તો તેની તૈયારી કરવા પણ જણાવાયું છે. સંસદીય ચર્ચા દરમિયાન સાંસદો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવા માટે સરકાર તૈયાર હોવાનું પણ જણાવાયું છે.
ADVERTISEMENT
મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ એકબીજા સાથે જોડાયેલા હોવાથી આ બંને બિલનું વિશેષ મહત્ત્વ છે. મહિલા અનામતની જોગવાઈ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. સરકારની તૈયારી મુજબ આ બિલ પસાર થાય અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તો 2029ની લોકસભા ચૂંટણીમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'આલિયા માલિયા જમાલિયા ધંધા બંધ કરો', ભાગળ ગામે શશીકાંત પંડ્યાની ચેતવણી
હવે સૌની નજર 30 નવેમ્બરે મળનારી લોકસભાની બેઠક પર છે. આ બિલ રજૂ થયા બાદ સંસદમાં તેની પર કેવી ચર્ચા થાય છે અને તેને ક્યારે મંજૂરી મળે છે તે જોવાનું રહેશે. જો આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય તો દેશની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવાની દિશામાં આ એક મોટું પગલું સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.