ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ કાંડમાં 5 વિદ્યાર્થીઓને 6 મહિના હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા
Last Updated: 06:33 PM, 28 November 2026
ADVERTISEMENT
મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે કોલેજ માત્ર ભણવાનું સ્થળ જ નહીં, પરંતુ પોતાના સપનાઓને સાકાર કરવાની જગ્યા પણ હોય છે. જોકે, કેટલાક વિદ્યાર્થીઓની હરકતો આ સપનાને ભય અને માનસિક તણાવમાં ફેરવી નાખે છે. જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરવા અને રેગિંગ જેવી ઘટનાઓ સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગના કિસ્સામાં પાંચ સિનિયર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર પાંચ સિનિયર વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલે કે, આ પાંચેય વિદ્યાર્થીઓ હવે આગામી છ મહિના સુધી કોલેજના હોસ્ટેલમાં રહી શકશે નહીં. જોકે, તેમને કોલેજમાંથી સંપૂર્ણપણે હાંકી કાઢવામાં આવ્યા નથી. તેઓ કોલેજમાં આવીને અભ્યાસ ચાલુ રાખી શકશે, પરંતુ હોસ્ટેલમાં રહેવા પર પ્રતિબંધ રહેશે. રેગિંગના કિસ્સામાં કોલેજ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ મામલે રાજ્યના આરોગ્ય વિભાગે પણ ગંભીરતા દાખવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રેગિંગની ઘટનાઓ સામે કડક પગલાં લેવાનો સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર રેગિંગના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. વિદ્યાર્થીઓને હેરાન કરવા કે તેમની સાથે અમાનવીય વર્તન કરવું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
ADVERTISEMENT
રાજ્યમાં રેગિંગની ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકોટના 14 વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, બંને શહેરોની મેડિકલ કોલેજોમાં રેગિંગના મામલે કુલ 19 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારનું કહેવું છે કે, રેગિંગ જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર ગંભીર અસર કરી શકે છે. કોઈ વિદ્યાર્થીને હેરાન કરવો, ડરાવવો કે તેની સાથે અપમાનજનક વર્તન કરવું એ અમાનવીય કૃત્ય છે. આવી ઘટનાઓ સામે કડક પગલાં લઈને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ દાખલો બેસાડવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'આલિયા માલિયા જમાલિયા ધંધા બંધ કરો', ભાગળ ગામે શશીકાંત પંડ્યાની ચેતવણી
રેગિંગ સામે સરકારની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કોલેજોમાં સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી કોઈપણ ડર વિના અભ્યાસ કરી શકે અને પોતાના ભવિષ્યને ઘડી શકે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બનશે તો પણ કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.