ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સીમાંકન બિલ પર પવારની પાર્ટી NDAને આપશે સમર્થન? સુપ્રિયા સુલે બનશે મંત્રી, મહારાષ્ટ્રમાં પણ પદ માંગ્યું

નેશનલ / સીમાંકન બિલ પર પવારની પાર્ટી NDAને આપશે સમર્થન? સુપ્રિયા સુલે બનશે મંત્રી, મહારાષ્ટ્રમાં પણ પદ માંગ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:06 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delimitation Bill: એક તરફ શરદ પવારનો પક્ષ સીમાંકન બિલને સમર્થન આપવાનો દાવો કરે છે, તો બીજી તરફ સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા છે.

ADVERTISEMENT

એક તરફ શરદ પવારનો પક્ષ સીમાંકન બિલને સમર્થન આપવાનો દાવો કરે છે, તો બીજી તરફ સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા છે. સૂત્રોના હવાલાથી મળતી વિગતે મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ મચાવી દીધી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે NCP (શરદચંદ્ર પવાર) કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંનેમાં સત્તાનો હિસ્સો ઇચ્છે છે. સુપ્રિયા સુલેની મંત્રી તરીકે નિમણૂક અંગે કોઈ ઔપચારિક કરાર કે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા સૂત્રોના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.

શરદ પવારની પાર્ટી કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંનેમાં સત્તાનો હિસ્સો ઇચ્છે છે. એક ટીવી ન્યૂઝના અહેવાલ અનુસાર સૂત્રોનો દાવો છે કે NCP (SP) સમર્થનના બદલામાં સુપ્રિયા સુલેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સ્થાન ઇચ્છે છે. સુલે પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને બારામતીથી લોકસભા સાંસદ છે. પાર્ટી મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાવા માટે પણ વાતચીત કરી રહી છે.

અહેવાલો અનુસાર પાર્ટી રાજ્યમાં બે કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રી પદની માંગ કરી રહી છે. જયંત પાટીલને નાણાં મંત્રાલય અને જિતેન્દ્ર આવ્હાડને અન્ય એક કેબિનેટ વિભાગ મળવાની ચર્ચા છે. જોકે આ પદો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુલેએ અગાઉ એવી અટકળોને પાયાવિહોણી ગણાવી હતી કે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તેમનું કહેવું છે કે, રાજ્ય વિધાનસભામાં પાર્ટી પાસે ફક્ત 10 ધારાસભ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / પરીસીમન બિલ પર DMKનું સમર્થન, સ્ટાલિને કહ્યું- દક્ષિણનાં રાજ્યોની જીત

24 દિવસ પહેલા મોદી-પવારની વાતચીતની ચર્ચા કેમ થઈ રહી છે?

આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની એક કથિત વાતચીત પણ ચર્ચામાં છે. લગભગ 24 દિવસ પહેલા જ્યારે પવાર હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે પીએમ મોદીએ તેમને ફોન કર્યો હતો. પવારના નજીકના સહયોગી વિઠ્ઠલ મણિયારે મીડિયાને જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન મોદીએ કહ્યું હતું કે, "સુપ્રિયા હવે તૈયાર છે. આપણે સાથે મળીને દેશ સંભાળીશું. તમે આરામ કરો." જોકે આ વાતચીતને વડા પ્રધાન મોદી કે શરદ પવાર બંનેમાંથી કોઈએ પુષ્ટી કરી નથી. તેથી, તેને વિઠ્ઠલ મણિયારનો દાવો માનવો જોઈએ. હવે સુપ્રિયા સુલે માટે કેન્દ્રીય મંત્રી પદની ચર્ચાઓ વચ્ચે આ જૂનું નિવેદન ફરી જોડવામાં આવી રહ્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delimitation Bill Supriya Sule sharad pawar ncp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ