ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'લીલી પરિક્રમામાં વાઘ બાળકને ખેંચી ગયો', ખોટો વીડિયો વાયરલ કરનારો અમદાવાદનો યુવક ઝડપાયો

જુનાગઢ / 'લીલી પરિક્રમામાં વાઘ બાળકને ખેંચી ગયો', ખોટો વીડિયો વાયરલ કરનારો અમદાવાદનો યુવક ઝડપાયો

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 08:22 AM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢની લીલી પરિક્રમામાં વાઘ બાળકને ખેંચી ગયો', તેવો ખોટો વીડિયો વાયરલ કરનાર અમદાવાદના યુવકની સાયબર પોલીસે ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ગિરનાર લીલી પરિક્રમા અંગે ખોટો વીડિયો વાયરલ કરનાર યુવક ઝડપાયો છે. સાયબર પોલીસે અમદાવાદના ઓગણજના 20 વર્ષીય વિશાલ રાવળની ધરપકડ કરી છે. 'લાઈક અને વ્યુઝ' મેળવવાની લાલચમાં યુવકે ફેલાવી ખોટી માહિતી ફેલાવી હતી. જૂનાગઢ સાયબર પોલીસે ટેકનિકલ તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં પોતાની સોશિયલ મિડીયા આઈડી પરથી વીડિયો અપલોડ કર્યાની કબૂલાત કરી હતી.

યુવકે શું અફવા ફેલાવી હતી?

ઓગણજના 20 વર્ષીય વિશાલ રાવળે પરિક્રમાનો વીડિય બનાવીને એવી અફવા ફેલાવી હતી કે પરિક્રમામાંથી વાઘ એક બાળકને ખેંચી ગયો હતો. વાઘ દ્વારા એક બાળકને ખેંચી લઈ જવાયાનો ખોટો વીડિયો અપલોડ કરવાથી પરિક્રમાર્થીઓમાં ભય, ગભરાટ, ભાગદોડ કે અફરાતફડી ફેલાય અને સુલેહ-શાંતિનો ભંગ થાય તેવો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવતા જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : ગરમ કપડાં તૈયાર રાખજો! રાજ્યમાં આ દિવસથી પડશે આકરી ઠંડી, બે મોટી આગાહી કરાઈ

પોલીસે કેવી રીતે પકડ્યો?

ગુનાની તપાસ પીઆઇ કે.જી. મોડ ચલાવી રહ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.ની ટેકનિકલ વિગતોના આધારે વીડિયો વાઇરલ કરનાર આરોપી વિશાલ રમેશભાઈ રાવળને શોધી કાઢ્યો હતો. શરૂઆતમાં આરોપીએ પોતે આવો કોઈ ગુનો કર્યો ન હોવાનું રટણ કર્યું હતું, પરંતુ તેના મોબાઈલ ફોનની ટેકનિક પાસ અને યુક્તિ-પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતાં તેણે 'વાઘ દ્વારા એક બાળકને ખેંચી લઈ ગયેલ છે' લખેલો ખોટો વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી અપલોડ કર્યાની કબૂલાત આપી હતી, જેના પગલે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

junagadh junagadh news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ