ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / હાઈવે પર ભયાનક અકસ્માતમાં 4 બાળકો સહિત 13થી વધુ લોકોના મોત, સ્કોર્પિયો કાર બીજી કાર સાથે ટકરાઈ
Last Updated: 07:14 AM, 29 November 2026
ADVERTISEMENT
ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટણા હાઇવે (NH-33) પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં ચાર બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ છે.
ADVERTISEMENT
મંદિરમાં પૂજા માટે જઈ રહ્યાં હતા
બિહારના નાલંદાના જંગરોન ગામના 14 લોકો રામગઢ જિલ્લાના રાજરપ્પા મંદિરમાં પૂજા કરવા માટે સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહ્યા હતા . રામગઢના પંકી નજીક સ્કોર્પિયો એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી ગંભીર હતી કે તેના કારણે ચીસો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતકોમાં ચાર બાળકો, ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'કોઈ નહીં રોકી શકે', મહિલા અનામત પર બોલ્યાં PM મોદી, ખડગેએ કહ્યું- 'સરકાર પાર્ટીઓ તોડી રહી છે'
આધાર કાર્ડથી મૃતકોની ઓળખ કરાઈ
ADVERTISEMENT
સ્કોર્પિયોમાં કુલ 14 લોકો સવાર હતા. આ અકસ્માત NH-૩૩ પર સફર દરમિયાન થયો હતો. વાહનની સ્થિતિનો અંદાજ અકસ્માતની ગંભીરતા પરથી લગાવી શકાય છે. રામગઢ પોલીસે ૧૩ લોકોના મોતની પુષ્ટિ કરી છે. રામગઢના એસડીપીઓ આલોક રંજને જણાવ્યું હતું કે મૃતકો નાલંદા જિલ્લાના રહેવાસી હતા. તેમની પાસેથી મળેલા આધાર કાર્ડ દ્વારા કેટલાકની ઓળખ કરવામાં આવી છે. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.