ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પરિસીમનના મુદ્દે INDIA ગઠબંધનમાં ભડકો,DMKના નિર્ણયથી નારાજ રાહુલ ગાંધીએ ચંદ્રબાબુ નાયડુને પણ કરી અપીલ

નેશનલ / પરિસીમનના મુદ્દે INDIA ગઠબંધનમાં ભડકો,DMKના નિર્ણયથી નારાજ રાહુલ ગાંધીએ ચંદ્રબાબુ નાયડુને પણ કરી અપીલ

Published By: Nirav Kumar

Last Updated: 10:54 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની બેઠકોના પરિસીમનને લઈને હવે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ તેજ બન્યો છે. જેમાં DMKના સમર્થનથી વિપક્ષી ગઠબંધનમાં નવા રાજકીય સમીકરણો સર્જાયાં છે ત્યારે રાહુલ ગાંધીની ચંદ્રબાબુ નાયડુ અને DMKને કરેલી અપીલથી રાજકીય ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.

ADVERTISEMENT

લોકસભા બેઠકોના પરિસીમન (Delimitation)ને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ સામે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી છે, ત્યારે બીજી તરફ INDIA ગઠબંધનના જ અમુક પક્ષોએ આ બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખાસ કરીને તમિલનાડુના મુખ્ય રાજકીય પક્ષ DMKના વલણથી વિપક્ષી એકતાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

પરિસીમન બિલને લઈને વિપક્ષી INDIA ગઠબંધનમાં મતભેદ ખુલ્લા થઈ ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને DMK અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને ખાસ અપીલ કરી.

જેમાં રાહુલે કહ્યું કે, હું મારી પાર્ટી અને સહયોગીઓ, ખાસ કરીને DMKને કહેવા માંગું છું કે આ લોકશાહીના હાર્ટને બચાવવાની લડાઈ છે. આ લડાઈ માત્ર કોઈ એક રાજકીય પક્ષની નથી, પરંતુ દેશના લોકતંત્રના મૂળભૂત માળખાને બચાવવાની છે. તેમના મતે આ મુદ્દે દરેક પક્ષે સ્પષ્ટ કરવું પડશે કે તે લોકશાહીની સુરક્ષા માટે કોની સાથે ઊભો છે. કોંગ્રેસ ઇચ્છે છે કે તેના બધા સહયોગીઓ ભારત વિશે વિચારે. તેમને ચંદ્રબાબુ નાયડુનું નામ લઈને પણ કહ્યું કે તેઓ પણ દેશ વિશે વિચારે.

DMKએ આ નવા પરિસીમન બિલને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ચેન્નઈમાં પાર્ટી પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. DMK અગાઉ પરિસીમનનો વિરોધ કરતું હતું કારણ કે વસ્તીના આધારે બેઠકો નક્કી થતાં દક્ષિણ ભારતના રાજ્યોની સંસદમાં હિસ્સેદારી ઘટી શકે તેવી ચિંતા હતી. પાર્ટીએ બે મુખ્ય માંગણીઓ રાખી હતી કે બધા રાજ્યોમાં લોકસભા બેઠકો 50 ટકા વધારવી અને રાજ્યો વચ્ચેની વર્તમાન પ્રમાણભૂત હિસ્સેદારી આગામી 25 વર્ષ સુધી જાળવી રાખવી. નવા પ્રસ્તાવમાં આ માંગણીઓ સમાવિષ્ટ થતાં DMKએ સમર્થન આપ્યું છે. તમિલનાડુની વર્તમાન 7.18 ટકા હિસ્સેદારી જળવાઈ રહેશે અને નવા ફોર્મ્યુલા મુજબ આશરે 7.21 ટકા થવાનો અંદાજ છે.

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોના કુલ 129 સાંસદોમાંથી 75 સાંસદ સરકારના પ્રસ્તાવના સમર્થનમાં છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આમાં DMK, BRS, YSRCP, TDP, જનસેના અને JD(S)નો સમાવેશ થાય છે. સમર્થકોનું કહેવું છે કે બેઠકો 50 ટકા વધારીને વર્તમાન પ્રમાણ જાળવવાથી દક્ષિણી રાજ્યોની હિસ્સેદારી સુરક્ષિત રહેશે અને મહિલા અનામત લાગુ કરવાનો માર્ગ પણ ખૂલશે.

કોંગ્રેસ અને વામપંથી પક્ષો આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મહિલા અનામત માટે પરિસીમનની રાહ જોવી જરૂરી નથી અને તે વર્તમાન બેઠકોના આધારે પણ લાગુ કરી શકાય છે. કોંગ્રેસને શંકા છે કે નવા પરિસીમન દ્વારા ચૂંટણી ક્ષેત્રોની સીમાઓ બદલવાની તક મળી શકે છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું કહેવું છે કે મહિલાઓને 33 ટકા અનામત આપવા માટે લોકસભાની બેઠકો વધારવી કે પરિસીમન પ્રક્રિયાની રાહ જોવી જરૂરી નથી. હાલની 543 બેઠકોના આધારે પણ મહિલા અનામતનો અમલ થઈ શકે છે.

વધુ વાંચો : 'અમે અમારું મન નથી બદલ્યું', અમિત શાહ સાથેની મુલાકાત બાદ સીમાંકન પર બોલ્યાં DMK સાંસદ કરુણાનિધિ

જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ સાંસદ મિયાં અલ્તાફે કહ્યું છે કે, તેઓ INDIA ગઠબંધનના ભાગ છે અને ગઠબંધન જે નિર્ણય લેશે તેનું પાલન કરશે. સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે જેમાં આ બિલો પર ચર્ચા થશે. આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે તેમજ INDIA ગઠબંધનની અંદરના એપ્રોચ પર નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi DMK INDIA Alliance

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ