ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'અમે અમારું મન નથી બદલ્યું', અમિત શાહ સાથેની મુલાકાત બાદ સીમાંકન પર બોલ્યાં DMK સાંસદ કરુણાનિધિ
Last Updated: 09:44 PM, 28 November 2026
ADVERTISEMENT
સીમાંકન બિલને લઈને ચાલી રહેલા રાજકીય હલચલ વચ્ચે ડીએમકે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું. આ બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ DMK સાંસદ કનિમોઝીએ કર્યું હતું. તેમાં એ રાજા, દયાનિધિ મારન અને ટીઆર બાલુ પણ સામેલ હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi: Several Dravida Munnetra Kazhagam (DMK) MPs arrived at the residence of Union Home Minister Amit Shah.
— ANI (@ANI) November 28, 2026
DMK today announced its support for the Centre's proposed Delimitation and Women's Reservation Bills. pic.twitter.com/nAuawl3uw8
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ ડીએમકે સાંસદ કનિમોઝીએ સીમાંકન બિલ પર પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે DMK એ પોતાનું સ્ટૈન્ડ બદલ્યું નથી. પાર્ટી હંમેશા નિષ્પક્ષ સીમાંકનની માંગણી કરી રહી છે. ડીએમકે સીમાંકન રોકવાના પક્ષમાં નથી, પરંતુ ઇચ્છે છે કે તમિલનાડુને તેનાથી કોઇ નુકશાન ના થાય.
ADVERTISEMENT
#WATCH | Delhi: After DMK MPs met Union Home Minister Amit Shah to convey the party's support for the Delimitation Bill, DMK MP Kanimozhi says, "This morning, our leader Mr MK Stalin had called for a DMK MPs' meeting, and we reached a decision about our stand on the Delimitation… https://t.co/70TNsDhl2u pic.twitter.com/FCXgXxarWL
— ANI (@ANI) November 28, 2026
કનિમોઝીએ જણાવ્યું કે પાર્ટીના નેતાઓએ સીમાંકન અંગે ચેન્નાઈમાં એક બેઠક યોજી હતી, જ્યાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુની લોકસભા બેઠકો ઘટાડવી જોઈએ નહીં. અગાઉના સીમાંકનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન, તમિલનાડુની બેઠકો 41 થી ઘટીને 39 થઈ ગઈ હતી. ડીએમકે નથી ઇચ્છતી કે રાજ્યને ફરીથી આટલું નુકસાન થાય.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે પાર્ટીની માંગણીઓમાં વસ્તી ગણતરીના આધારે સીમાંકન અને લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો શામેલ હતો.
આ પણ વાંચોઃ નેશનલ / સીમાંકન બિલ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, 'ભાજપ લોકસભામાં 850 સીટ કેમ કરવા માગે છે?'
ADVERTISEMENT
અગાઉના બિલમાં 39 થી ઘટાડીને 32 બેઠકો થઇ હોત
કનિમોઝીએ કહ્યું કે અગાઉના બિલમાં 2011 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનનો પ્રસ્તાવ હતો, પરંતુ બેઠકોમાં 50 ટકા વધારો કરવાની કોઈ જોગવાઈ નહોતી. આમ તમિલનાડુની બેઠકો 39 થી ઘટાડીને 32 થઇ શકતી હતી.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હવે વસ્તી ગણતરીના આધારે બેઠકો સીમાંકન કરવા સંમત થઈ છે, જેનાથી તમિલનાડુને 59 લોકસભા બેઠકો મળશે. કનિમોઝીએ કહ્યું કે 2026 માં વર્તમાન વ્યવસ્થાની અવધિ પૂરી થવા અને જરૂરી પરિસ્થિતિઓને કારણે ડીએમકેએ નવા પ્રસ્તાવને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ