ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સીમાંકનથી કયા રાજ્યમાં કેટલી થશે બેઠકો? કાયદા મંત્રીએ નકશા સાથે સમજાવ્યું ગણિત, 30 નવેમ્બરે રજૂ થશે ખરડો

નેશનલ / સીમાંકનથી કયા રાજ્યમાં કેટલી થશે બેઠકો? કાયદા મંત્રીએ નકશા સાથે સમજાવ્યું ગણિત, 30 નવેમ્બરે રજૂ થશે ખરડો

Published By: Pravin Joshi

Last Updated: 10:05 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં સીમાંકન ખરડો રજૂ થાય તે પહેલા કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે 50% બેઠક વધારા મુજબ અંદાજે 816 બેઠકોનો નકશો શેર કર્યો છે.

ADVERTISEMENT

લોકસભામાં સાંસદોની સંખ્યા વધારવાની દિશામાં કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે રાજ્યોના નકશા સાથે એ દર્શાવ્યું છે કે સીમાંકન બાદ કયા રાજ્યમાં કેટલી બેઠકો થઈ શકે છે. સરકારના પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકોમાં 50% નો વધારો કરવામાં આવે, તો ગૃહમાં 543 બેઠકોને બદલે અંદાજે 816 સાંસદો થઈ શકે છે.

કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને મહિલા અનામત લાગુ કરવા સાથે જોડી રહી છે. સરકારનું કહેવું છે કે બેઠકો વધવાથી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનો માર્ગ સરળ બનશે. જોકે, વિપક્ષ આ પ્રસ્તાવ સાથે સહમત નથી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ એવી માંગ કરી છે કે મહિલા અનામત વર્તમાન 543 બેઠકોની અંદર જ લાગુ કરવામાં આવે. આ જ બાબતને લઈને કાયદા પ્રધાને સમાજ માધ્યમો પર એક નકશો શેર કરીને પોતાની સંપૂર્ણ વાત રજૂ કરી છે.

સીમાંકન ખરડો 30 નવેમ્બર 2026ના રોજ લોકસભામાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેના માટે સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2026 દરમિયાન બોલાવવામાં આવ્યું છે. ખરડો રજૂ થાય તે પહેલા જ રાહુલ ગાંધીએ તેની પાછળના હેતુ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ મામલો માત્ર લોકસભાની બેઠકો વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી દેશના મતવિસ્તારોની સીમાઓ અને પ્રતિનિધિત્વ પર પણ અસર પડી શકે છે.

loksabha

સીમાંકન એટલે શું?

સીમાંકનનો અર્થ ચૂંટણી વિસ્તારોની સીમાઓ નવેસરથી નક્કી કરવાનો થાય છે. આ પ્રક્રિયામાં એ પણ નક્કી થાય છે કે કયા રાજ્યમાં લોકસભાની કેટલી બેઠકો રહેશે. જો બેઠકો વધે, તો નવા મતવિસ્તારો રચાશે અને જૂના મતવિસ્તારોની સીમાઓમાં પણ ફેરફાર થઈ શકે છે. સરકારના પ્રસ્તાવમાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની વાત છે, જ્યારે રાજ્યો વચ્ચે બેઠકોનું વર્તમાન પ્રમાણ વર્ષ 2051 સુધી જાળવી રાખવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

didha - 2026-11-28T171451.241

વિપક્ષ શા માટે કરી રહ્યો છે વિરોધ?

વિપક્ષનું કહેવું છે કે તે મહિલા અનામતની વિરુદ્ધમાં નથી, પરંતુ તેને અમલમાં મૂકવા માટે લોકસભાની બેઠકો વધારવી જરૂરી નથી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ શનિવારે ત્રણ માંગણીઓ મૂકી હતી:

લોકસભાની વર્તમાન 543 બેઠકો યથાવત રાખવામાં આવે.

મહિલા અનામત આ જ 543 બેઠકોની અંદર લાગુ કરવામાં આવે.

રાજ્યો વચ્ચે લોકસભા બેઠકોની વર્તમાન વહેંચણી આગામી 25 વર્ષ સુધી બદલવામાં ન આવે.

કોંગ્રેસે સીમાંકનની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. પક્ષને એવી આશંકા છે કે રાજકીય લાભ માટે મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર થઈ શકે છે. આ મામલે વિપક્ષે સીમાંકન આયોગની નિષ્પક્ષતા અને વસ્તી ગણતરીના આંકડાઓ સામે પણ પ્રશ્નો કર્યા છે.

આ પણ વાંચોઃ 'કોઈ નહીં રોકી શકે', મહિલા અનામત પર બોલ્યાં PM મોદી, ખડગેએ કહ્યું- 'સરકાર પાર્ટીઓ તોડી રહી છે'

સંસદમાં ફરી થશે બેઠકોના ગણિત પર ચર્ચા

કેન્દ્ર સરકાર 30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં સીમાંકન સંબંધિત ખરડા રજૂ કરવાની તૈયારીમાં છે. આ અગાઉ એપ્રિલ મહિનામાં રજૂ કરાયેલો બંધારણીય સુધારા ખરડો લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શક્યો ન હતો. હવે સરકાર નવા પ્રસ્તાવ સાથે આગળ વધી રહી છે અને વિપક્ષે પણ સાથે મળીને વિરોધ કરવાની વ્યૂહરચના ઘડી છે. આ સંજોગોમાં સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત, લોકસભાની બેઠકોની સંખ્યા અને રાજ્યોના પ્રતિનિધિત્વ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delimitation2026 WomenReservation LokSabha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ