ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / રોકાણકારો થઈ જાઓ તૈયાર, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવશે 5 IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Last Updated: 08:18 PM, 28 November 2026
ADVERTISEMENT
આ અઠવાડિયે શેરબજારમાં IPOનો માહોલ ગરમાઈ જશે. 30 નવેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં 5 નવા પબ્લિક ઇશ્યૂ ખૂલવાના છે, જેમાંથી અમુક મેઈનબોર્ડ સેગમેન્ટના છે. આ સાથે જ પહેલેથી ખુલ્લા 2 IPOમાં પણ રોકાણનો અવસર મળશે અને 3 કંપનીઓની નવી લિસ્ટિંગ પણ થવાની છે.
ADVERTISEMENT
નવા ખૂલનારા IPO
મતાંગી રબર IPO 1 ડિસેમ્બરે ખૂલશે અને 3 ડિસેમ્બરે બંધ થશે. આ 125.16 કરોડ રૂપિયાના ઇશ્યૂમાં 163થી 172 રૂપિયા પ્રતિ શેરના ભાવે રોકાણ કરી શકાશે. લોટ સાઇઝ 87 શેર છે અને 8 ડિસેમ્બરે NSE-BSE પર લિસ્ટિંગની અપેક્ષા છે.
ADVERTISEMENT
A J પેકેજિંગ IPO પણ 1થી 3 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. 54 કરોડ રૂપિયાના આ ઇશ્યૂમાં પ્રાઇસ બેન્ડ 175-180 રૂપિયા છે અને લોટ સાઇઝ 800 શેર છે. NSE SME પર 8 ડિસેમ્બરે લિસ્ટિંગ થઈ શકે છે.
સ્વરા બેબી પ્રોડક્ટ્સ IPO 2 ડિસેમ્બરે ખૂલશે અને 4 ડિસેમ્બરે બંધ થશે. કંપની 799.88 કરોડ એકત્રિત કરવા માંગે છે. પ્રાઇસ બેન્ડ 105-111 અને લોટ સાઇઝ 135 શેર છે. 9 ડિસેમ્બરે મેઈનબોર્ડ પર લિસ્ટિંગની સંભાવના છે.
ADVERTISEMENT
મોનોમાર્ક એન્જિનિયરિંગ (ઇન્ડિયા) IPO પણ 2થી 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં 175.50 કરોડ રૂપિયાના આ ઇશ્યૂમાં પ્રાઇસ બેન્ડ 60-65 રૂપિયા અને લોટ સાઇઝ 225 શેર છે. 9 ડિસેમ્બરે NSE-BSE પર લિસ્ટિંગ થઈ શકે છે.
વિશ્વાસ રિફોઇલ્સ એન્ડ કન્ઝ્યુમર IPO 3 ડિસેમ્બરે ખૂલશે અને 7 ડિસેમ્બરે બંધ થશે. 25.78 કરોડના આ SME ઇશ્યૂમાં પ્રાઇસ બેન્ડ 85-90 રૂપિયા અને લોટ સાઇઝ 1600 શેર છે. 10 ડિસેમ્બરે BSE SME પર લિસ્ટિંગની શક્યતા છે.
ADVERTISEMENT
પહેલેથી ખુલ્લા IPO
ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ (ઇન્ડિયા) IPO 30 નવેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 181-191 રૂપિયા છે. એરપ્રો ટેક્નોલોજી ઇન્ડિયા IPO 1 ડિસેમ્બરે બંધ થશે અને તેનો ફાઇનલ ઇશ્યૂ પ્રાઇસ 99 નક્કી થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લિસ્ટિંગની તારીખો
2 ડિસેમ્બરે શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઇન્ડસ્ટ્રીઝની NSE SME પર લિસ્ટિંગ થશે. 3 ડિસેમ્બરે ફૂડલિંક F&Bના શેર મેઈનબોર્ડ પર આવી શકે છે. જ્યારે 4 ડિસેમ્બરે એરપ્રો ટેક્નોલોજીની SME લિસ્ટિંગ થવાની સંભાવના છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ