ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / પહેલા ના પાડી, પછી માની ગયા રોહિત શર્મા, IPL 2027 પહેલાં મુંબઈમાં મોટો ઉલટફેર
Last Updated: 07:00 PM, 28 November 2026
ADVERTISEMENT
IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમની કમાન ફરી એકવાર પાંચ વખત IPL ટ્રોફી જીતાડનારા રોહિત શર્માના હાથમાં સોંપવામાં આવી છે. જોકે આ જવાબદારી સ્વીકારવા માટે રોહિત શરૂઆતમાં બિલકુલ તૈયાર નહોતા. ખુદ હિટમેને ખુલાસો કર્યો છે કે તેમને કેપ્ટન બનવા માટે તરત જ હા પાડી નહોતી પરંતુ ટીમના માલિક આકાશ અંબાણી સાથેની ખાસ મુલાકાત બાદ તેમનો વિચાર બદલાયો હતો.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2027 માટે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જતાં પછી ફ્રેન્ચાઈઝીએ પોતાના સૌથી સફળ કેપ્ટનને આ જવાબદારી સોંપી છે. પરંતુ રોહિતે જાહેર કર્યું છે કે શરૂઆતમાં તેઓ આ પોઝીશન સ્વીકારવા તૈયાર નહોતા.
મુંબઈ ઇન્ડિયન્સના સોશિયલ મીડિયા પર આપેલા ઇન્ટરવ્યૂમાં રોહિતે કહ્યું કે, ટીમના માલિક આકાશ અંબાણીએ તેમની સાથે મુલાકાત કરી અને ટીમના ભવિષ્ય વિશે વાત કરી. ત્યારે જ તેમને કેપ્ટન્સી વિશે પૂછવામાં આવ્યું. રોહિતે કહ્યું, “મારો પ્રમાણિક વિચાર એ હતો કે હું હજુ તેના માટે તૈયાર નથી. મારે ઘરે જઈને વિચારવું પડ્યું. છેલ્લા અમુક સમયમાં ઘણું બધું થયું હતું અને હું નક્કી કરી શકતો નહોતો કે હું માનસિક રીતે આ જવાબદારી માટે તૈયાર છું કે નહીં.”
ADVERTISEMENT
તેમને પત્ની સાથે પણ વાત કરી અને વિચાર્યા પછી નક્કી કર્યું કે મુંબઈને સાચી દિશા જોઈએ છે. રોહિતે કહ્યું કે તેઓ એવું નથી કહેતા કે ટીમને લીડર તરીકે તેમની જરૂર છે, પણ ટીમને દિશાની જરૂર છે.
રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ પાંચ વખત IPL જીત્યું હતું. જેમાં 2023 બાદ હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યા પરંતુ તેમના નેતૃત્વમાં ટીમને અપેક્ષા મુજબ સફળતા મળી નહીં. છેલ્લી કેટલાક સીઝનમાં ટીમનું પ્રદર્શન કમજોર રહ્યું અને ખેલાડીઓ પણ નિરાશ હતા. રોહિતે કહ્યું કે, આ નિરાશા માત્ર પ્લેઑફમાં ન જઈ શકવાને કારણે નહોતી પણ ટીમ પોતાની ક્ષમતા મુજબ રમી શકતી નહોતી.
ADVERTISEMENT
હવે પાછા આવ્યા બાદ રોહિતનું ધ્યાન ટ્રોફીની વાત કરવાનું નથી. તેઓ કહે છે કે પહેલા રમતનો આનંદ લેવો જોઈએ અને ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક માહોલ બનાવવો જોઈએ. જેમાં જૂની સફળતાઓ પર આધાર રાખવાને બદલે ટીમને નવેસરથી મજબૂત બનાવવાનો તેમનો ટાર્ગેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ