ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PoKમાં પણ યોજાશે ચૂંટણી? મોદી સરકારના નવા બિલમાં 24 બેઠકો અને સીમાંકનને લઈને મોટો ખુલાસો

નેશનલ / PoKમાં પણ યોજાશે ચૂંટણી? મોદી સરકારના નવા બિલમાં 24 બેઠકો અને સીમાંકનને લઈને મોટો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 08:08 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારના નવા સીમાંકન બિલમાં PoKને લઈને એવી જોગવાઈ કરવામાં આવી છે, જેને રાજકીય ચર્ચા જગાવી છે. જો પાકિસ્તાનના કબજામાંથી આ વિસ્તાર મુક્ત થાય તો ત્યાં વિધાનસભાની બેઠકો કેવી રીતે નક્કી થશે અને ચૂંટણી પંચને શું જવાબદારી મળશે? ચાલો જાણીએ તેના વિષે.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. લોકસભામાં રજૂ થનારા સીમાંકન બિલ 2026માં પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર એટલે કે PoK માટે પણ વિધાનસભા બેઠકોનું સીમાંકન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર પાકિસ્તાનના કબજામાંથી મુક્ત થયા બાદ ચૂંટણી પંચ પોતે ત્યાં બેઠકોનું સીમાંકન કરશે.

આ બિલની ધારા 3(4)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે આ વિસ્તાર કબજામુક્ત થશે, ત્યારે ચૂંટણી પંચ પોતે જ પરિસીમન કમિશન તરીકે કાર્ય કરીને ત્યાંની વિધાનસભા બેઠકોનું નિર્ધારણ કરશે. આ જોગવાઈ સંપૂર્ણપણે કબજો સમાપ્ત થવાની શરત પર આધારિત છે.

આ બિલમાં ક્યાંય પણ ‘PoK’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે અધિકારિક રીતે ‘પાકિસ્તાનના કબજામાં આવેલો વિસ્તાર’ એવા શબ્દો વાપરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના બીજા ભાગો અને દેશના બાકીના રાજ્યો માટે અલગ પરિસીમન કમિશન બનશે જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ કરશે. પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તાર માટે આ જવાબદારી સીધી ચૂંટણી પંચને સોંપવામાં આવી છે.

આ બિલમાં માત્ર વિધાનસભા બેઠકોની જ વાત કરવામાં આવી છે, લોકસભા બેઠકોનો કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આ વિસ્તાર માટે અગાઉથી અનામત રાખવામાં આવેલી 24 બેઠકો અને બેઠકોમાં પ્રસ્તાવિત 50 ટકા વધારાનો લાભ આ વિસ્તારને મળશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ બિલ મહિલા અનામત અને બેઠકોની સંખ્યામાં વધારા સાથે જોડાયેલું છે. સરકાર સોમવારે આ પરિસીમન બિલ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદો દ્વિતીય વિધેયક અને 132મું બંધારણ સુધારા બિલ પણ રજૂ કરવા જઈ રહી છે. તેનો મુખ્ય હેતુ નવા પરિસીમન બાદ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત લાગુ કરવાનો તેમજ બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધી વધારો કરવાનો છે.

વધુ વાંચો : સીમાંકન ખરડા અને મહિલા અનામત મુદ્દે અખિલેશ યાદવના આકરા પ્રહાર, વિરોધ પાછળ આપ્યા મોટા

અગાઉ એપ્રિલમાં પણ આવા બિલ રજૂ થયા હતા પરંતુ બંધારણ સુધારા બિલને જરૂરી બહુમતી ન મળતાં તે અટકી ગયા હતા. હવે સરકાર જૂના બિલોને પાછા લઈને નવેસરથી આ ત્રણેય બિલ રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delimitation Bill Modi Government New Bill Pakistan Occupied Kashmir

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ