ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:13 PM, 28 November 2026
1/6
આઠમા પગાર પંચની ભલામણો લાગુ થતાં કેન્દ્ર સરકારના ખજાના પર ઓછામાં ઓછા ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે. જેમાં ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ડોએચે બેંકે પોતાની રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. આને કારણે નાણાકીય વર્ષ 2027-28માં સરકારને રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડી શકે છે.
2/6
ડોએચે બેંકની 2027 વર્લ્ડ આઉટલુક રિપોર્ટ ‘Great Expectations, but Risky Business’ મુજબ, નાણાકીય વર્ષ 2028માં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ GDPના 4.3 ટકા જેટલી રહી શકે છે. આમાં સબસિડી પર વધતો ખર્ચ, RBI તરફથી ઓછા ડિવિડન્ડની અપેક્ષા અને આઠમા પગાર પંચની ભલામણોને કારણે વધતો ખર્ચ મુખ્ય કારણો છે.
ADVERTISEMENT
3/6
4/6
નાણાકીય વર્ષ 2026-27 માટે ડોએચે બેંકને આશા છે કે સરકાર GDPના 4.3 ટકાના ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકને હાંસલી શકે છે. આમાં RBI તરફથી મળનાર 2.9 લાખ કરોડનું ડિવિડન્ડ, ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળનું 1 લાખ કરોડનું પ્રોવિઝન, મૂડી ખર્ચમાં સંભવિત કાપ અને ડિવેસ્ટમેન્ટ માંથી અપેક્ષા કરતાં વધુ કમાણી જેવા પરિબળો મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
5/6
બીજી તરફ, આઠમા પગાર પંચથી સરકારી કર્મચારીઓનું પગાર અને બીજા લાભ વધશે, જેનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ ઘરેલું માંગને સપોર્ટ આપશે અને મકાન, વાહન, કન્ઝ્યુમર ગુડ્સ તેમજ અન્ય સેવાઓ પર ખર્ચ વધી શકે છે, જેનાથી અર્થતંત્રની વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ