ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NDPSના આરોપીનો પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ, ધાનેરા PIએ એક પગમાં ગોળી ધરબી
Last Updated: 11:36 PM, 28 November 2026
ADVERTISEMENT
સરહદી જિલ્લા બનાસકાંઠાના ધાનેરા પંથકમાં પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ હેઠળ ઝડપાયેલા એક શાતિર આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી વિગતો અનુસાર, ધાનેરા પોલીસે અગાઉ NDPSના ગંભીર ગુનામાં બિશ્નોઈ અટક ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસની ટીમ વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે આરોપીને લઈને ભરૂચ ગઈ હતી. ભરૂચ ખાતે તપાસની કામગીરી પૂર્ણ કરીને પોલીસ કાફલો આરોપી સાથે પરત ધાનેરા ફરી રહ્યો હતો, તે દરમિયાન રસ્તામાં આરોપીએ નાસી છૂટવાનો પ્લાન ઘડ્યો હતો.
ADVERTISEMENT
પરત ફરતી વખતે આરોપીએ અચાનક પોલીસ વાહનના ડ્રાઇવર પર હુમલો કરી દીધો હતો અને ફરજ પરના પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ અને આરોપી હથિયાર છીનવીને કોઈ મોટી જાનહાનિ ન સર્જે તે માટે ધાનેરા PIએ સમયસૂચકતા વાપરી સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'કોઈ નહીં રોકી શકે', મહિલા અનામત પર બોલ્યાં PM મોદી, ખડગેએ કહ્યું- 'સરકાર પાર્ટીઓ તોડી રહી છે'
ADVERTISEMENT
પગમાં ગોળી વાગતા જ આરોપી જમીન પર પડ્યો હતો અને તેનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ફાયરિંગમાં ઘાયલ થયેલા આરોપી બિશ્નોઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ