ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રામાયણ’માં સીતાના રોલ પર ટ્રોલિંગથી ભડકી સાઈ પલ્લવી,પહેલીવાર તોડ્યું મૌન, આપ્યો જડબાતોડ જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / રામાયણ’માં સીતાના રોલ પર ટ્રોલિંગથી ભડકી સાઈ પલ્લવી,પહેલીવાર તોડ્યું મૌન, આપ્યો જડબાતોડ જવાબ

Last Updated: 11:48 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલ્મ ‘રામાયણ’માં માતા સીતાના પાત્ર માટે સાઈ પલ્લવીની પસંદગી થઈ ત્યારથી જ સોશિયલ મીડિયા પર વિવાદ અને ટ્રોલિંગનો દોર શરૂ થયો હતો. હવે આ અભિનેત્રીએ પહેલીવાર આ ટીકાઓ પર મૌન તોડ્યું છે.

1/5

photoStories-logo

1. સીતાના રોલ પર ટ્રોલિંગ

નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ તેની સાથે જ કાસ્ટિંગ અને કથાને લઈને વિવાદ પણ ચાલુ છે. ખાસ કરીને સાઈ પલ્લવીને માતા સીતાના રોલમાં જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. જેમાં અમુકને તેમનો લુક સીતા માટે યોગ્ય ન લાગ્યો, તો કેટલાકને સીતાને યોદ્ધા રૂપમાં દર્શાવવાથી વાંધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બરખા દત્ત સાથે કરી વાત

હવે સાઈ પલ્લવીએ આ બધી ટીકાઓ પર પહેલી વાર વાત કરી છે. તેઓ તાજેતરમાં બરખા દત્તના યુટ્યુબ ચેનલ મોજો સ્ટોરી પર પહોંચ્યા હતા. ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે સીતાનો રોલ નિભાવ્યા બાદ તેમની જિંદગીમાં શું બદલાવ આવ્યો અને સોશિયલ મીડિયા પર થતી આલોચના વિશે તેમનું શું કહેવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સોશિયલ મીડિયાથી વાકેફ

જેમાં સાઈએ કહ્યું, “હું સોશિયલ મીડિયા પર થતી વાતોથી અજાણ નથી. લોકો કહે છે કે સીતા મા કેટલી સુંદર દેખાવી જોઈએ અને તેમનું લુક કેવું હોવું જોઈએ. પરંતુ જો આવી વાતો તમને અંદર સુધી હલાવી નાખે તો તમારે પોતાને મજબૂત બનાવવાની જરૂર છે. હું પોતાને લઈને ખૂબ કોન્ફિડન્ટ છું. લોકોનો અભિપ્રાય તો અભિપ્રાય જ હોય છે. જો તમારી અંદર કોઈ કમજોરી કે ડર હોય તો તેને દૂર કરીને અંદરથી મજબૂત બનો. પછી તમે આખી દુનિયાનો સામનો કરી શકો છો કે લોકોની વાતોને અવગણી શકો છો.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સીતાને યોદ્ધા તરીકે દર્શાવવામાં આવી

ફિલ્મમાં સીતાને યોદ્ધા તરીકે દર્શાવવામાં આવી છે જેનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં નથી, પરંતુ અદ્ભુત રામાયણમાં આ સ્વરૂપ જોવા મળે છે. મેકર્સે વિવિધ રામાયણોમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવી છે આથી તેમને ટીકાનો સામનો કરવો પડ્યો છે. મુકેશ ખન્ના અને દીપિકા ચિખલિયાએ સીતાના યોદ્ધા રૂપ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે તનીષા મુખર્જીએ સાઈ પલ્લવીની કાસ્ટિંગ પર જ સવાલ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બોક્સ ઓફીસ

ફિલ્મ ‘રામાયણ’ 23 દિવસમાં વર્લ્ડવાઈડ આશરે 1790 કરોડની કમાણી કરી ચૂકી છે અને 24મા દિવસે 1800 કરોડના ક્લબમાં સામેલ થવાની સંભાવના છે. આગામી વર્ષે તે ચીન, જાપાન, તાઈવાન અને સાઉથ કોરિયા જેવા એશિયન દેશોમાં પણ રિલીઝ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sai Pallavi Trolling Sita Role Controversy Sai Pallavi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ