ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / 25 વર્ષની અવનીત કૌરે ઇમરાન હાશ્મી સાથે ગીતમાં કર્યા બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ! બંનેની કેમેસ્ટ્રી અને અંદાજની સોશિયલ મીડિયા પર ચર્ચા!
7 ફોટો ગેલેરી
Last Updated: 08:50 AM, 29 November 2026
1/7
ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે અવનીત કૌર એક ખાસ ડાન્સ નંબર કરતી જોવા મળી રહી છે. ગીતમાં અવનીતનો અંદાજ અને ડાન્સ સ્ટેપ્સ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જોકે, આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ પણ શરૂ થયો છે. કેટલાક લોકોને અવનીતની ઇમરાન સાથેની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે, તો કેટલાક લોકો ગીતની કોરિયોગ્રાફી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એક્ટ્રેસને આ પ્રકારના આઇટમ નંબર કરવાની જરૂર શું હતી તેવી ચર્ચા પણ શરૂ થઈ છે.
2/7
ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર જી9' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ફિલ્મ કરતાં અત્યારે તેનું એક ગીત વધારે ચર્ચામાં છે. આ ગીતમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયાની જાણીતી એક્ટ્રેસ અવનીત કૌર જોવા મળી રહી છે.ફિલ્મના ગીત 'દિલ કે થિયેટર મેં 200 કરોડ મારૂંગી પિયા'માં અવનીત કૌરના ડાન્સ સ્ટેપ્સે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ગીતમાં અવનીતનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. ઇમરાન હાશ્મી સાથે તેની કેમેસ્ટ્રી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જોકે, ગીતની કોરિયોગ્રાફી અને અવનીતને રજૂ કરવાની રીત સામે કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
3/7
ગીત વાયરલ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અવનીતના ડાન્સ સ્ટેપ્સ પર સવાલ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે ફિલ્મોમાં એક્ટ્રેસની એક્ટિંગ અને ટેલેન્ટને બદલે તેને માત્ર દેખાવ અને ડાન્સ પૂરતી સીમિત કરી દેવામાં આવે છે.એક યુઝરે લખ્યું કે અવનીત કૌર હમણાં જ 25 વર્ષની થઈ છે, તો તેની પાસે આ પ્રકારના ડાન્સ સ્ટેપ્સ કેમ કરાવવામાં આવી રહ્યા છે? તેને વારંવાર આઇટમ નંબર કરવાની જરૂર શું છે? પહેલાં 'પેડ્ડી', ત્યારબાદ 'ઈઠા' અને હવે 'ગનમાસ્ટર જી9'ના ગીતમાં પણ તેને આ રીતે રજૂ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસને આ રીતે બતાવવાનું ક્યારે બંધ થશે તેવો સવાલ પણ યુઝરે કર્યો હતો.અન્ય એક યુઝરે ગીતની કોરિયોગ્રાફી સામે નારાજગી વ્યક્ત કરી હતી. યુઝરના મતે ગીતના ડાન્સ સ્ટેપ્સ યોગ્ય નથી. 'પેડ્ડી' ફિલ્મના ગીતને લઈને જે રીતે અગાઉ વિરોધ થયો હતો, તેવી પ્રતિક્રિયા હવે આ ગીત માટે કેમ જોવા મળતી નથી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો.
4/7
માત્ર સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં, પરંતુ અવનીત કૌરના કેટલાક ફેન્સે પણ આ ગીત સામે નારાજગી વ્યક્ત કરી છે. એક ફેને લખ્યું કે અવનીત જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસ પાસે દર્શકોના મનોરંજન માટે આ પ્રકારનાં કામ કરાવવામાં આવે છે તે જોઈને દુઃખ થાય છે.ફેન્સનું માનવું છે કે અવનીત પાસે અભિનયની સારી આવડત છે અને તેને પોતાની ટેલેન્ટ બતાવવાની વધુ તકો મળવી જોઈએ. એક સમય હતો જ્યારે બોલિવૂડને નવી વિચારસરણી અને પ્રગતિશીલ અભિગમ માટે ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે ત્યાં પણ અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી સ્થિતિ જોવા મળી રહી છે તેવી પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
5/7
આ ગીતને લઈને વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કેટલાક યુઝર્સે ઇમરાન હાશ્મી અને અવનીત કૌર વચ્ચેના ઉંમરના મોટા તફાવત અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. બંને કલાકારોની જોડી અને ગીતમાં તેમની વચ્ચેની કેમેસ્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.જોકે, આ સમગ્ર વિવાદ વચ્ચે હજુ સુધી અવનીત કૌર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ફિલ્મના મેકર્સે પણ ગીતની કોરિયોગ્રાફી કે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
6/7
અવનીત કૌરના ગીતને લઈને શરૂ થયેલી ચર્ચા અગાઉના કેટલાક ફિલ્મી ગીતોના વિવાદ સાથે પણ જોડાઈ રહી છે. જાહ્નવી કપૂરની ફિલ્મ 'પેડ્ડી'ના એક ગીતમાં તેના ડાન્સ અને તેને રજૂ કરવાની રીત સામે પણ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા હતા.કેટલાક લોકોનું કહેવું હતું કે ગીતમાં એક્ટ્રેસની એક્ટિંગ અને ટેલેન્ટ કરતાં તેના લુક અને ડાન્સ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. હવે અવનીત કૌરના ગીતમાં પણ આવી જ ચર્ચા જોવા મળી રહી છે. 'ઈઠા'ના ગીતને લઈને પણ અગાઉ આવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. આ કારણે ફરી એકવાર ફિલ્મોમાં આઇટમ નંબર અને એક્ટ્રેસને રજૂ કરવાની રીત અંગે ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
7/7
એક તરફ ફિલ્મનું ગીત ચર્ચામાં છે, તો બીજી તરફ બોક્સ ઓફિસ પર 'ગનમાસ્ટર જી9'ની શરૂઆત ખાસ રહી નથી. ઇમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.ફિલ્મે ભારતમાં પહેલા દિવસે અંદાજે 3.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણી લગભગ 4.35 કરોડ રૂપિયા રહી હતી. આ સાથે જ બે દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 8 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.ઇમરાન હાશ્મીની અગાઉની ફિલ્મ 'આવારાપન 2'ની સરખામણીમાં 'ગનમાસ્ટર જી9'નું શરૂઆતનું કલેક્શન નિરાશાજનક માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ફિલ્મની કમાણીમાં કેટલો વધારો થાય છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાની ફિલ્મને કોઈ અસર થાય છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ