ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એલર્ટ ! અમદાવાદમાં માતાના ફોનમાં રીલ જોતાં કિશોરે મૂવીની લિંક ખોલી, ખાતામાંથી 10 લાખ ઉડ્યાં
Last Updated: 08:39 AM, 29 November 2026
ADVERTISEMENT
અમદાવાદના વટવા વિસ્તારમાં સાઇબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 42 વર્ષીય મહિલાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી સ્ટ્રીમિંગની જાહેરાતમાં આપેલી લિંક દ્વારા APK એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેમના બેંક ખાતામાંથી લગભગ ₹10 લાખ ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹9.97 લાખ વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ફરિયાદ મુજબ, વટવામાં રહેતી 42 વર્ષીય મહિલાના 17 વર્ષીય પુત્રે 28 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી સ્ટ્રીમિંગની જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં એક વેબસાઇટ ખુલી હતી અને તેના દ્વારા મોબાઇલમાં APK એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. પુત્રે એપ્લિકેશન ખોલ્યા બાદ મોબાઇલમાં વારંવાર 'Updating System' નામના નોટિફિકેશન આવવા લાગ્યા હતા. ફોનમાં ગ્લિચ થવા લાગ્યા અને તેની કામગીરી પણ બરાબર રહેતી નહોતી. પરિવારજનોએ મોબાઇલની સમસ્યા દૂર કરવા માટે તેને રિપેરિંગની દુકાને પણ આપ્યો હતો, પરંતુ ફોનની મુશ્કેલી યથાવત રહી હતી.
ADVERTISEMENT
10 નવેમ્બરે માતાએ જ્યારે પોતાનું બેન્ક બેલેન્સ ચેક કર્યું ત્યારે ખાતામાંથી અંદાજે 10 લાખ રુપિયા ગાયબ હતાં માત્ર ₹3.47 લાખ જ બાકી હતા. આ જોઈને તેમને આઘાત લાગ્યો હતો
ADVERTISEMENT
સ્ટેટમેન્ટમાં 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન અનેક વખત UPI મારફતે અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયેલા જોવા મળ્યા હતા. આ તમામ વ્યવહારોની કુલ રકમ ₹9.97 લાખ હોવાનું સામે આવ્યું હતું. તેમાં અનેક વખત ₹95,000ના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી હોવાની જાણ થતાં મહિલાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો અને બે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ફ્રી મૂવી સ્ટ્રીમિંગની જાહેરાત સાથે જોડાયેલી વેબસાઇટ અને એપ્લિકેશનના સંચાલકોએ તેમના મોબાઇલમાં બિનઅધિકૃત પ્રવેશ મેળવીને બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
વધુ વાંચો : કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી, લોકસભાની બેઠકોમાં થશે 50%નો વધારો
ADVERTISEMENT
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દૂષિત APK એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ થઈ હતી, તેની પાછળ કોણ જવાબદાર છે અને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તે કોના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસ ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ નાણાકીય કડી પણ તપાસી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.