ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં પ્રેમ લગ્ન કરનાર વધુ એક યુવતીનું અપહરણ, કારમાં રૂમાલ બાંધી આવેલા 6 અજાણ્યા શખ્સો લઈ ગયા
Last Updated: 10:25 AM, 29 November 2026
ADVERTISEMENT
ઊંઝા તાલુકાના એક ગામની યુવતીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. છઠિયારડા ગામના નિલ પ્રજાપતિએ 9 જૂન 2026એ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ યુવતી પતિ સાથે રહેતી હતી. યુવાન અને તેના પિતા ખેતરમાં કામે ગયા હતા ત્યારે કારમાં રૂમાલ બાંધી આવેલા 6 અજાણ્યા શખ્સો તેને કારમાં બેસાડીને લઈ ગયા હતા. યુવતીનું અપહરણ કરતી વખતે અજાણ્યા શખ્સોને માતાને પણ ધમકી આપી હતી.
ADVERTISEMENT
યુવાન નિલ પ્રજાપતિ અને કશીશ પટેલ સાથે અભ્યાસ કરતા હતાં
નિલ પ્રજાપતિ અને કશીશ પટેલ સાથે અભ્યાસ કરતાં હતા. તે દરમિયાન પ્રેમમાં પડ્યાં હતા અને બન્નેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. પ્રેમલગ્ન બાદ યુવતી પતિ સાથે સાસરિયામાં રહેતી હતી. અને આ વાતની અદાવત રાખીને અજાણ્યાં શખ્સો અપહરણ કરી ગયા હતા. અપહરણ કરનાર લોકો યુવતીના પરિવારજનો હોઈ શકે છે. જોકે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે એટલે સાચી વાત તપાસને અંતે જ બહાર આવશે.
ADVERTISEMENT
પાલાવાસણા ગામની યુવતી અને તેના પતિ પર હુમલો
ADVERTISEMENT
મહેસાણા નજીક પાલાવાસણા ગામની યુવતી કેયાબેને બલોલ ગામના રોનકકુમાર પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેએ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ લગ્ન કર્યા હતા. આક્ષેપ છે કે 20 નવેમ્બરના રોજ મહેસાણા-રાધનપુર રોડ પર ડી-માર્ટ સર્કલ નજીક યુવતીના પતિ અને તેના મિત્ર પર ચાર શખસોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવતીને બળજબરીથી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનામાં યુવક અને તેના મિત્રને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી યુવતીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.