ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / એશિયામાં ભારતનો ડંકો! ચીનને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા બની એશિયાની સરતાજ, હવે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી!

સ્પોર્ટસ / એશિયામાં ભારતનો ડંકો! ચીનને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા બની એશિયાની સરતાજ, હવે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી!

Published By: Nidhi Panchal

Last Updated: 10:52 AM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા હોકી ટીમે 2026માં એક પછી એક મોટી સિદ્ધિઓ મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. એશિયામાં વર્ચસ્વ, વિશ્વ રેન્કિંગમાં ચોથું સ્થાન અને ઓલિમ્પિકમાં પ્રવેશ સાથે ટીમે નવી ઇતિહાસ રચ્યો છે.

ADVERTISEMENT

એક સમય હતો જ્યારે ભારતીય મહિલા હોકીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ આજે આ જ ટીમ દુનિયાની ટોચની ટીમોને પડકાર આપી રહી છે. મેદાન પર ખેલાડીઓના પ્રદર્શનથી લઈને સતત જીત સુધી, ભારતીય મહિલા હોકીએ 2026માં એવી સફળતા મેળવી છે કે જે આવનારા વર્ષોમાં પણ યાદ રાખવામાં આવશે. એશિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની સાથે ટીમે વિશ્વ રેન્કિંગમાં પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. સતત ત્રણ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી, વિશ્વમાં ચોથા ક્રમે પહોંચવું અને 2028 ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય થવું ભારતીય મહિલા હોકી માટે મોટી સિદ્ધિ છે.

sports

સતત ત્રીજી વખત એશિયામાં ચેમ્પિયન

ભારતીય મહિલા હોકી ટીમે 2026ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને હરાવીને સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. આ પહેલાં ભારતે 2023માં રાંચી અને 2024માં રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આમ, ટીમે સતત ત્રીજી વખત ચેમ્પિયન બનીને એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

પ્રદર્શન શરૂઆતથી જ શાનદાર રહ્યું

આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શરૂઆતથી જ શાનદાર રહ્યું હતું. ટીમ આખી ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી હતી અને ફાઇનલમાં ચીનને 3-1થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ખાસ વાત એ હતી કે લીગ સ્ટેજમાં પણ ભારતે ચીનને 6-2થી હરાવ્યું હતું. ફાઇનલમાં પણ ભારતીય ખેલાડીઓએ દબાણ વચ્ચે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું.

પ્રથમ વખત વિશ્વ રેન્કિંગમાં ચોથું સ્થાન

ભારતીય મહિલા હોકી માટે 25 નવેમ્બર, 2026નો દિવસ પણ ખાસ રહ્યો હતો. જાપાન સામે 4-0થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી હતી. મહિલા હોકીના ઇતિહાસમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. આ સફળતા માત્ર એક મેચની જીતને કારણે નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમના સતત સારા પ્રદર્શનનું પરિણામ છે. એશિયન ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતવા અને મજબૂત ટીમો સામે સારા પરિણામ મેળવવાને કારણે ભારતની વિશ્વ રેન્કિંગમાં સ્થિતિ મજબૂત બની છે. હવે ભારતીય મહિલા હોકી વિશ્વની ટોચની ટીમોમાં સ્થાન મેળવી ચૂકી છે.

દીપિકાના ગોલથી ભારતને મજબૂત જીત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સફળતામાં દીપિકાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ટુર્નામેન્ટમાં કુલ 10 ગોલ કરીને ટોપ સ્કોરર તરીકે સ્થાન મેળવ્યું હતું. તેના 10 ગોલમાંથી 9 ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા આવ્યા હતા, જ્યારે એક ગોલ ફિલ્ડ પ્લે દ્વારા કર્યો હતો. ચીન સામેની ફાઇનલમાં પણ દીપિકાએ પોતાની ગોલ કરવાની ક્ષમતા બતાવી હતી. તેણે 38મી અને 43મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બે ગોલ કરીને ભારતની જીતને વધુ મજબૂત બનાવી હતી. બીજી તરફ, ઇશિકાએ 42મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ભારતની લીડ વધારી હતી. ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શનના કારણે ભારત ફાઇનલમાં ચીન સામે 3-1થી જીત મેળવી શક્યું હતું.

2028 ઓલિમ્પિક માટે સીધી ટિકિટ

ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચીનને 1-0થી હરાવીને ભારતીય ટીમે 2028માં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય કર્યું હતું. આ સિદ્ધિ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે ખેલાડીઓ સામે ઓલિમ્પિકનું સ્પષ્ટ લક્ષ્ય છે. ટીમને આગામી સમયમાં પોતાની તૈયારી વધુ મજબૂત કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારું પ્રદર્શન કરવાની તક મળશે.

હવે વિશ્વની ટોચની ટીમોને પડકારવાનો સમય

ભારતીય મહિલા હોકી ટીમે 2026માં સતત ત્રણ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા, વિશ્વ રેન્કિંગમાં ચોથું સ્થાન મેળવવા અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા જેવી મોટી સિદ્ધિઓ મેળવી છે. આ સફળતાઓ દર્શાવે છે કે ભારતીય મહિલા હોકી હવે માત્ર એશિયામાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.

આ પણ વાંચો : હેલા ના પાડી, પછી માની ગયા રોહિત શર્મા, IPL 2027 પહેલાં મુંબઈમાં મોટો ઉલટફેર

જોકે, હવે ટીમ સામે સૌથી મોટો પડકાર વિશ્વની ટોચની ટીમો સામે આ જ પ્રદર્શન જાળવી રાખવાનો છે. એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યા બાદ ભારતીય ખેલાડીઓની નજર હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સફળતા મેળવવા અને 2028 ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવા પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, LA Olympics 2028 Asian Champions Trophy 2026

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ