ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રાહુલ ગાંધી સમજાવવા પહોંચે તે પહેલાં જ સ્ટાલિને બતાવ્યું વલણ, કહ્યું- અમારો નિર્ણય તમિલનાડુના હિતમાં જ
Last Updated: 04:49 PM, 29 November 2026
ADVERTISEMENT
લોકસભાની બેઠકોની ફેરબદલ એટલે કે સીમાંકનના મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન બિલને લઈને વિપક્ષી INDIA ગઠબંધનમાં જ મતભેદ ઊભા થયા છે. ખાસ કરીને DMKના ચીફ અને તમિલનાડુના મુખ્ય નેતા એમ.કે. સ્ટાલિનના વલણને કારણે કોંગ્રેસની ચિંતા વધી છે.
ADVERTISEMENT
તમિલનાડુના ડીએમકે અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પરિસીમનના મુદ્દે રાહુલ ગાંધીને સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ આજે ચેન્નઈમાં સ્ટાલિનને મળવા જઈ રહ્યા છે ત્યારે સ્ટાલિને એક્સ પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું.
સ્ટાલિને લખ્યું કે બંધારણ અને રાજ્યોના અધિકારોની રક્ષા કરવામાં ડીએમકેની ઐતિહાસિક ભૂમિકાને સ્વીકારવા બદલ ભાઈ રાહુલ ગાંધીનો હાર્દિક આભાર. અમે હંમેશા તમિલનાડુ અને તમિલ જનતાના હિતને સર્વોપરી રાખીને જ નિર્ણયો લીધા છે અને આ માર્ગ પર કોઈ સમઝૌતો કરવામાં આવશે નહીં. ઇતિહાસ અમને ગદ્દાર તરીકે નહીં, પણ વીરોની જેમ યાદ રાખશે – એટ્ટપ્પન નહીં, કટ્ટાબોમ્મન તરીકે.
ADVERTISEMENT
આ પહેલાં રાહુલ ગાંધીએ એક્સ પર જણાવ્યું હતું કે, તેઓ અને ઈન્ડિયા ગઠબંધનના સીનીયર નેતાઓ ચેન્નઈ જઈને સ્ટાલિનને મળશે અને પરિસીમન સંબંધિત બંધારણીય સુધારા વિધેયકોનો વિરોધ કરવા અપીલ કરશે. રાહુલે કહ્યું હતું કે લોકસભાની સીટો વધારીને 850 કરવાથી લોકશાહીને નુકસાન થશે અને બીજેપી-આરએસએસને ચૂંટણીનો નકશો પોતાના હિતમાં ફરીથી દોરવાની છૂટ મળી જશે. તેમને સ્ટાલિનને તમિલ-વિરોધી તાકતો સામે મજબૂતીપૂર્વક ઊભા રહેનારા નેતા તરીકે વખાણ્યા અને કહ્યું કે રાષ્ટ્રીય હિત, તમિલનાડુના હિત અને બંધારણની રક્ષા માટે આ વિધેયકને સાથે મળીને હરાવવું જરૂરી છે.
સ્ટાલિનના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે પરિસીમનના મુદ્દે તેઓ તમિલનાડુના હિતને કોઈપણ સમજુતી વગર અગ્રતા આપશે. વિપક્ષી એકતાની કોશિશો વચ્ચે રાહુલ ગાંધીની ચેન્નઈ મુલાકાત અને સ્ટાલિનનો આ પ્રતિભાવ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીની સ્ટાલિનને અપીલ શું હતી?
રાહુલ ગાંધીએ સ્ટાલિનને અપીલ કરી હતી કે તેઓ DMK સાથે મળીને કેન્દ્ર સરકારના સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલનો વિરોધ કરે. રાહુલ ગાંધીના મતે, લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવામાં આવે તો દેશના લોકશાહી માળખા પર તેની ગંભીર અસર થઈ શકે છે. તેમને એવો આક્ષેપ પણ કર્યો કે આ પ્રક્રિયાથી ભાજપ અને RSSને પોતાના રાજકીય ફાયદા માટે દેશના ચૂંટણી નકશામાં ફેરફાર કરવાની વધુ તક મળી શકે છે.
ADVERTISEMENT
રાહુલે સ્ટાલિનને તમિલ વિરોધી શક્તિઓ સામે હંમેશાં મજબૂતીથી ઊભા રહેનારા નેતા ગણાવ્યા હતા. સાથે જ રાષ્ટ્રહિત, તમિલનાડુના હિત અને બંધારણની સુરક્ષા માટે તમામ વિપક્ષી પક્ષોએ એકસાથે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ