ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:09 PM, 29 November 2026
ADVERTISEMENT
ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપના MLC પવન સિંહે રવિવારે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરીને ફેન્સને સ્તબ્ધ કરી દીધા છે. તેમને જાહેરમાં જાહેરાત કરી કે હવે તેમનો પોતાના આખા પરિવાર અને ખાનદાન સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
પોસ્ટમાં તેમને લખ્યું કે ઘરના મામલાઓમાં અટવાઈને લોકો વેદ-શાસ્ત્ર સુધી ભૂલી જાય છે. સહનશીલતાની મર્યાદા હવે પાર થઈ ગઈ છે તેથી ખૂબ જ દુઃખી મનથી આ વાત લખી રહ્યા છે. પવન સિંહે ભોજપુરી સમાજ પાસે માફી પણ માંગી અને સ્પષ્ટ કર્યું કે માત્ર તેમની મા અને મોટા ભાઈ રાનુ સિંહને બાદ કરતાં બાકી કોઈ સાથે હવે કોઈ સબંધ નથી. મા અને ભાઈ માટે તેઓ જીવનભર હાજર રહેશે.
ADVERTISEMENT
આ નિર્ણયની ચોક્કસ કારણ તેમને જાહેરમાં નથી કર્યું પણ નજીકના સૂત્રો અનુસાર છેલ્લા અમુક સમયથી પરિવાર સાથે મનભેદ ચાલી રહ્યો હતો. હંમેશા સાથે રહેતા કાકાના દીકરા રિતિક સિંહથી પણ તેમને અંતર બનાવ્યું હતું. આરામાં બની રહેલા તેમના ફાર્મહાઉસનું કામ પણ અટકી ગયું હોવાનું કહેવાય છે જેમાં પૈસા મોકલવા છતાં બાંધકામ આગળ ન વધ્યું.
આ જ સમયગાળામાં એક સ્ટેજ શોમાં પવન સિંહે અક્ષરા સિંહ પાસે માફી માંગી હતી અને તેમને પોતાના બાળક જેવા ગણાવ્યા હતા. તેમની બીજી પત્ની જ્યોતિ સિંહ સાથે છૂટાછેડાનો કેસ પણ અદાલતમાં ચાલી રહ્યો છે. 2018માં લગ્ન થયા બાદ થોડા સમયમાં જ સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. બંને પક્ષે અલગ-અલગ છૂટાછેડાની અરજી દાખલ કરી છે અને જ્યોતિએ 10 કરોડ રૂપિયા તથા એક મકાન ગુજરાન ભથ્થા તરીકે માંગ્યું છે.
ADVERTISEMENT
આ અંગે પરિવાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી. જેમાં પવન સિંહની આ પોસ્ટ ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો