ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સફેદ રણ અને ખુલ્લું આકાશ, જાણે સ્વર્ગનો રસ્તો! ગુજરાતના ‘રોડ ટુ હેવન’નો ફિલ્મી નજારો!
Last Updated: 03:06 PM, 29 November 2026
ADVERTISEMENT
તમે લાંબી ડ્રાઇવ અને રસ્તામાં ખૂબસુરત નજારો જોવાનુ પસંદ કરો છો, તો ગુજરાતનું "રોડ ટુ હેવન" ફરવા માટે એક શાનદાર સ્થળ છે. કચ્છના સફેદ રણમાંથી પસાર થતો આ રસ્તો તેના અનોખા નજારા અને સુંદરતા માટે જાણીતો છે.
ADVERTISEMENT
ક્યારેક રસ્તો પાણીમાંથી પસાર થતો હોય તેવું લાગે છે. આ રસ્તો સિંધુ ખીણ સંસ્કૃતિના ઐતિહાસિક સ્થળ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા તરફ જાય છે. જો તમે એક અનોખી જગ્યાએ ડ્રાઇવનો અનુભવ કરવા માગો છો, તો કચ્છનો આ રસ્તો તમારી મુસાફરીની યાદીમાં હોવો જોઈએ.
@diljitdosanjh Explored the breathtaking Road Through Heaven in Kutch, taking in its scenic beauty and unforgettable views.
— Gujarat Tourism (@GujaratTourism) November 24, 2026
Have you experienced this beautiful route yet? Tag your road trip buddy and plan your Kutch trip. pic.twitter.com/v7NJ1V44T0
ADVERTISEMENT
શા માટે ખાસ છે રોડ ટૂ હેવન?
રોડ ટૂ હેવન ફક્ત એક રસ્તો નથી, પરંતુ એક સુંદર પ્રવાસી અનુભવ છે. આસપાસ મીઠાના મેદાનો અને તળાવો તેને અન્ય રસ્તાઓથી અલગ પાડે છે. વર્ષના ચોક્કસ સમયે આ દૃશ્ય એવું લાગે છે કે રસ્તો પાણી પર બનેલો છે. આ જ કારણ છે કે આ સ્થળ ફોટોગ્રાફી અને ખૂબસૂરત નજારાના શોખીન લોકો માટે વધુ લોકપ્રિય બની રહ્યું છે.
ADVERTISEMENT
આ રસ્તો ખાવડા ગામને ધોળાવીરા સાથે જોડે છે. ખાવડા તેની પરંપરાગત હસ્તકલા અને સફેદ રણની નિકટતા માટે જાણીતું છે. ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિનું એક મુખ્ય પુરાતત્વીય સ્થળ છે. 2023 માં G20 સમિટ દરમિયાન પણ આ માર્ગને ખાસ ઓળખ મળી હતી, જેના કારણે તે દેશભરના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ બન્યું હતું.
કેવી રીતે પહોંચવું?
ADVERTISEMENT
સડક માર્ગ દ્વારા: કચ્છ ગુજરાતના રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોથી પહોંચી શકાય છે. તે રાજકોટથી આશરે 229 કિલોમીટર, અમદાવાદથી 323 કિલોમીટર અને ગાંધીનગરથી આશરે 330 કિલોમીટર દૂર છે. આ પછી તમે ખાવડા અને ધોળાવીરા સુધી રોડ દ્વારા જઇ શકો છો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત / મહિલા અનામન બિલ મુદ્દે તરુણ ચુગ વિપક્ષ પર વરસ્યા, રાહુલ ગાંધીની કૂટનીતિ વિદેશી આકાઓને ખુશ કરવા માટે છે
ટ્રેન દ્વારા: ભુજ રેલ્વે સ્ટેશન કચ્છ પહોંચવા માટે એક મુખ્ય વિકલ્પ છે. ત્યાંથી તમારે રોડ માર્ગે મુસાફરી કરવાની જરૂર પડશે. ધોળાવીરા અને રોડ ટુ હેવન પહોંચવા માટે અગાઉથી ટેક્સી અથવા વાહનની વ્યવસ્થા કરવી શ્રેષ્ઠ છે. હવાઈ માર્ગે: ભુજ એરપોર્ટ નજીકના હવાઈ વિકલ્પોમાંથી એક છે. ત્યાંથી સડક માર્ગે મુસાફરી કરી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ