ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં કરાટે ક્લાસમાં સગીરા સાથે બેડ ટચ કરનાર આરોપી મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ, હિંદુ સંગઠનો રોડ પર ઉતર્યાં

ક્રાઈમ / સુરતમાં કરાટે ક્લાસમાં સગીરા સાથે બેડ ટચ કરનાર આરોપી મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ, હિંદુ સંગઠનો રોડ પર ઉતર્યાં

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 01:13 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કરાટે ક્લાસમાં સગીરા સાથે બેડ ટચનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનો રોડ પર ઉતરીને મોટા પાયે વિરોધ કર્યો છે. પોલીસે આરોપી મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

સુરતમાં કરાટે ક્લાસમાં સગીરા સાથે બેડ ટચ કરનાર આરોપી મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. સગીરા સાથે બેડ ટચનો વિડીયો વાયરલ બાદ હિંદુ સંગઠનનો વિરોધ કર્યો છે. હિંદુ કાર્યકરો મોટી સંખ્યામાં કરાટે ક્લાસ બહાર ઉમટી પડ્યાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ દ્વારા કરાટે શીખવનાર મોહમ્મદ શાહબુદ્દીનની ધરપકડ કરી છે.

શું હતો આખો મામલો?

આ સમગ્ર મામલો સુરતના ભેસ્તાન વિસ્તારનો છે. અહીં 12 વર્ષની બાળકી કરાટેની તાલીમ લે છે. બાળકી કરાટે શીખતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થતાં તેના કોમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ ટિપ્પણીઓ કરી હતી. જોકે, કેટલીક ટિપ્પણીઓ અશ્લીલ અને જાતીય ભાવ દર્શાવતી હોવાના કારણે વિવાદ ઊભો થયો હતો.

બાળકી અને માતા-પિતાની પોલીસે કરી પૂછપરછ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસે બાળકી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં. ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય દેસાઈએ આજતકને જણાવ્યું હતું કે બાળકી અને તેના પરિવારની પૂછપરછ મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પરિવારે પોલીસને જણાવ્યું હતું કે બાળકી પોતાની મરજીથી અને માતા-પિતાની સંમતિથી કરાટે શીખે છે. તેને કરાટે ટ્રેનર સાથે કોઈ સમસ્યા નથી અને તાલીમ દરમિયાન પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

આ પણ વાંચોઃ NRI બેન્ક થાપણોમાં 1 વર્ષમાં 58%નો જંગી ઉછાળો, કુલ રકમ રૂ. 1.75 લાખ કરોડને પાર

સોશિયલ મીડિયા યુઝર્સ સામે શું કાર્યવાહી?

આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે સગીર બાળકોના વીડિયો પર અશ્લીલ અને જાતીય ટિપ્પણીઓ કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે શું કાર્યવાહી કરવામાં આવશે? શું પરિવાર ફરિયાદ ન કરે તો આવા લોકો સામે કાર્યવાહી નહીં થાય?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat Surat Crime News surat crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ