ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટીદાર સમાજની 'ડિજિટલ ઉપવાસ'ની નવી પહેલ, જાણો વિશ્વ ઉમિયાધામ પ્રમુખે શું કરી જાહેરાત?
Last Updated: 12:03 PM, 29 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામે પાટીદાર સમાજની મહિલાઓને એક મોટું આહવાન કર્યું છે. તેમણે મહિલાઓને અઠવાડિયામાં એક દિવસ દર રવિવારે 'ડિજિટલ ઉપવાસ' રાખવાનું જણાવ્યું છે. વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી. પટેલે મહિલાઓને આહવાન કર્યું છે કે તેઓ દર રવિવારે સોશિયલ મીડિયા થી સંપૂર્ણપણે દૂર રહેવાના શપથ લે. ડિજિટલ ઉપવાસના આ દિવસે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળીને પોતાનો સંપૂર્ણ સમય પરિવારના વડીલો, બાળકો અને અન્ય સભ્યો સાથે સંવાદ કરવામાં વિતાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ટાળો
આર.પી. પટેલે મહિલાઓને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મોબાઈલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ટાળીને ડિજિટલ ઉપવાસ કરવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે વધુ પડતા ઉપયોગથી ઘરમાં એકબીજા સાથે વાતચીત અને સમય વિતાવવાની પરંપરા ઘટી રહી છે. તેની અસર પરિવારની વ્યવસ્થા અને સામાજિક સંબંધો પર પણ જોવા મળી રહી છે. આ પહેલ પાછળનો મુખ્ય હેતુ પરિવારના સભ્યો વચ્ચે સીધો સંવાદ વધારવાનો છે. ખાસ કરીને મહિલાઓ બાળકોના ઉછેર, શિક્ષણ અને સંસ્કાર ઘડતર માટે વધુ સમય આપી શકે તે દિશામાં આ અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પરિવાર સાથે વધુ સમય વીતાવો
ADVERTISEMENT
ડિજિટલ ઉપવાસના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહીને પરિવાર સાથે સમય વિતાવવો, બાળકો સાથે વાતચીત કરવી અને કૌટુંબિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્વ ઉમિયાધામને આશા છે કે, આ પહેલથી ઘરમાં સંવાદ વધશે અને પરિવારનું વાતાવરણ વધુ સ્વસ્થ બનશે.
બાળકોના ઉછેર પર વધુ ધ્યાન આપવાની જરુર
ADVERTISEMENT
આર.પી. પટેલે કહ્યું કે પાટીદાર મહિલાઓએ સોશિયલ મીડિયાનો ઓછો ઉપયાગ કરીને બાળકોના ઉછેર પર વધુ ધ્યાન આપવાની જરુર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.