ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 80 વર્ષીય વૃદ્ધાને બંધક બનાવી ₹3.62 લાખના રોકડ-દાગીનાની લૂંટ, ત્રણ શખ્સો ફરાર!

ગુજરાત / 80 વર્ષીય વૃદ્ધાને બંધક બનાવી ₹3.62 લાખના રોકડ-દાગીનાની લૂંટ, ત્રણ શખ્સો ફરાર!

Published By: Nidhi Panchal
Reported By: Rakesh Ode

Last Updated: 12:58 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભિલોડાના ટાકાટુકામાં વૃદ્ધા એકલી હતી, પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસ્યા; દાતરડું બતાવી રૂ.3.62 લાખની લૂંટ. 80 વર્ષીય વૃદ્ધાને ખુરશીમાં બેસાડી ગળા પર દાતરડું મૂક્યું, તિજોરી તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના લઈ ત્રણ શખ્સો ફરાર

ADVERTISEMENT

ઘરમાં એક વૃદ્ધ મહિલા એકલી હતી, બહારથી ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા, પાણી માંગ્યું અને થોડી જ ક્ષણોમાં ઘરમાં ભયનો માહોલ સર્જાયો. વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ તેમને ખુરશીમાં બેસાડી ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂકવામાં આવ્યું અને ઘરની તિજોરીમાંથી લાખોની મત્તા લૂંટી લેવામાં આવી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે દિવસના સમયે બનેલી આ લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

Bhiloda

ભિલોડાના ટાકાટુકા ગામના દરબારવાસ રાઠોડ ફળીમાં રહેતા ઘનશ્યામસિંહ રાઠોડના ઘરે 27 નવેમ્બર 2026ના રોજ બપોરના આશરે 1થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો મોટરસાઇકલ લઈને આવ્યા હતા. ત્રણેય શખ્સોની ઉંમર અંદાજે 25થી 30 વર્ષની હોવાનું સામે આવ્યું છે. તે સમયે ઘનશ્યામસિંહ પરિવારના અન્ય સભ્યો સાથે ખેતરે ગયા હતા, જ્યારે ઘરમાં તેમની 80 વર્ષીય નાની મનહરબા એકલાં હતાં.

ત્રણેય શખ્સોએ ઘરની બહાર મોટરસાઇકલ ઊભી રાખી ઘનશ્યામસિંહ વિશે પૂછપરછ કરી હતી અને વૃદ્ધ મહિલા પાસે પાણી માંગ્યું હતું. વૃદ્ધા પગે ચાલવામાં તકલીફ હોવા છતાં પાણી આપવા માટે ઘરની અંદર ગયાં હતાં. આ દરમિયાન શખ્સો તેમની પાછળ ઘરમાં ઘૂસી ગયા હતા. એક શખ્સે વૃદ્ધાને ખુરશીમાં બેસાડી ગળા પર લોખંડનું દાતરડું અથવા ધારિયું જેવું તીક્ષ્ણ હથિયાર રાખી ધમકાવ્યાં હતાં, જ્યારે અન્ય શખ્સોએ ઘરના અંદરના રૂમમાં જઈ તિજોરી તોડી હતી.
bhilll

તિજોરીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના લઈને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, ઘરમાંથી રૂ.2.90 લાખ રોકડા, સોનાની ચેન, સોનાની વીંટી, સોનાની બુટ્ટી અને ચાંદીનું કડું લૂંટાયું હતું. રોકડ અને દાગીનાની કુલ કિંમત રૂ.3.62 લાખ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. સોનાના દાગીના અંદાજે બેથી અઢી તોલા જેટલા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

police

ઘનશ્યામસિંહ રાઠોડે નવા તબેલાના બાંધકામ માટે બેન્કમાંથી રૂ.1.40 લાખ ઉપાડ્યા હતા. અગાઉ ઘરમાં રાખેલા રૂ.1.50 લાખ સાથે કુલ રૂ.2.90 લાખ રોકડ તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા. આ રકમ બાંધકામના કામ માટે રાખવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, લૂંટારુઓએ ઘરમાંથી જેકેટ પણ પહેરી લીધું હતું અને કૂદકો મારીને ફરાર થયા હતા. પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે વૃદ્ધાએ સમગ્ર ઘટના જણાવી હતી. તિજોરી તપાસતાં રોકડ અને દાગીના લૂંટાયા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે ઘનશ્યામસિંહ રાઠોડે ત્રણ અજાણ્યા શખ્સો સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અરવલ્લીના ડીવાયએસપી જે.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, 27 નવેમ્બરના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો છે. ફરિયાદી પરિવાર ખેતરે ગયો હતો અને ઘરમાં 80 વર્ષીય વૃદ્ધા એકલાં હતાં. બપોરના સમયે ત્રણ યુવકો મોટરસાઇકલ પર આવ્યા હતા.

આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદના આતંકીની વડોદરામાં રેકીનો ખુલાસો! પાલિકાની મુખ્ય કચેરી અને એરફોર્સ સ્ટેશનના ફોટા મળ્યા!

એક શખ્સ બહાર ઊભો રહ્યો હતો, જ્યારે અન્ય શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. વૃદ્ધાના ગળા પર ધારિયું રાખી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.3.62 લાખની લૂંટ કરવામાં આવી હતી. હાલ ગુનાની તપાસ ચાલુ છે અને લૂંટમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BhIloda Robbery Elderly Woman Loot Gujarat Crime News

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ