ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'યુવતીઓને ' મેસેજની ફરજ પડાય છે' PDU મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતનો મોટો ખુલાસો

રાજકોટ / 'યુવતીઓને ' મેસેજની ફરજ પડાય છે' PDU મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતનો મોટો ખુલાસો

Published By: Hiralal Parmar

Last Updated: 12:32 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની ખ્યાતનામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે મોટા ખુલાસા કર્યાં છે.

ADVERTISEMENT

રાજકોટની જાણીતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે મોટા ખુલાસા કર્યાં છે. રોહિત રાજપૂતે કહ્યું કે “મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાથીઓ જુનિયર વિદ્યાર્થીઓને મેસમાં આવવા દેતા નથી. તે ઉપરાંત સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં શારીરિક અત્યાચાર કરવો, યુવતીઓને રિક્વેસ્ટ અને મેસેજ કરાવવા જેવી વસ્તુઓ કરવા મજબૂર કરાવાય છે. તેમણે કહ્યું કે એક વિધાર્થીએ નેશનલ મેડિકલ કાઉન્સિલમાં મેઇલ કર્યા બાદ સ્થાનિક તંત્ર જાગ્યું અને કાર્યવાહી કરી છે. માત્ર વિધાર્થીઓને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવાની જરૂર નથી.

MBBSના 14 વિદ્યાર્થીઓ બરખાસ્ત

ઉલ્લેખનીય છે કે PDU મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ મામલે MBBSના 14 વિદ્યાર્થીઓને બરખાસ્ત કરાયા છે. તે ઉપરાંત બીજા અને ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને બે મહિના માટે, બીજા વર્ષના 2 વિદ્યાર્થીઓને એક મહિના માટે અને બીજા વર્ષના અન્ય 5 વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે અભ્યાસ અને હોસ્ટેલમાંથી બરખાસ્ત કરવામાં આવ્યાં છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં પણ રેગિંગ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં પણ રેગિંગના મામલે પાંચ સિનિયર વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે રાજકોટની PDU મેડિકલ કોલેજમાં 14 વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાતાં રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગ અટકાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

વધુ વાંચો : હાઈવે પર ભયાનક અકસ્માતમાં 4 બાળકો સહિત 13થી વધુ લોકોના મોત, સ્કોર્પિયો કાર બીજી કાર સાથે ટકરાઈ

વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં પણ રેગિંગ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો. કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવામાં આવતા હતા. આ દરમિયાન બોલાચાલી અને બબાલ થઈ હતી. ત્યારે બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓએ અડધી રાત્રે ગાળો આપીને જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું. ભોગ બનનાર ત્રણમાંથી એક વિદ્યાર્થીએ માનિસક ત્રાસથી હોસ્ટેલના રૂમમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય વિદ્યાર્થીએ તેને બચાવી લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news rajkot rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ