ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બહારથી હીરાની જેમ ચમકે છે ઈશા અંબાણીનું આલીશાન ઘર! અંદરનો શાહી નજારો જોઈને રહી જશો દંગ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:23 PM, 29 November 2026
1/5
લગ્ન બાદ ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ અને બાળકો સાથે આ ભવ્ય બંગલામાં રહે છે. ગુલિતા નામના આ ઘરની કિંમત આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પાંચ માળમાં ફેલાયેલા આ ઘરમાંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. સફેદ રંગની ડિઝાઇન, કાચ અને ક્રિસ્ટલનો ઉપયોગ તેને અલગ ઓળખ આપે છે. ચાલો જાણીએ ઈશા અંબાણીના આ આલીશાન ઘરની ખાસિયતો વિશે.
2/5
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે થયા હતા. લગ્ન બાદ ઈશા પોતાના પતિ સાથે મુંબઈના આલીશાન ગુલિતા હાઉસમાં રહેવા આવી હતી. આ ઘર પીરામલ પરિવારનું છે અને ઈશાને લગ્ન સમયે તેના સાસુ-સસરા તરફથી ભેટમાં મળ્યું હતું. આ ઘર તેની ભવ્યતા અને ખાસ ડિઝાઇનને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
ADVERTISEMENT
3/5
ઈશા અંબાણીનું ગુલિતા હાઉસ મુંબઈના સૌથી મોંઘા અને આલીશાન રહેણાક મકાનોમાં ગણાય છે. તેની અંદાજિત કિંમત આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બંગલો પીરામલ પરિવારે વર્ષ 2012માં ખરીદ્યો હતો. બાદમાં તેને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. લગ્ન સમયે આ ઘર ઈશાને ભેટમાં આપવામાં આવ્યું હતું. આટલી મોટી કિંમત પાછળ તેની જગ્યા, વિશાળ બાંધકામ અને લક્ઝરી ડિઝાઇન મુખ્ય કારણો છે.
4/5
ગુલિતા હાઉસ પાંચ માળનું છે અને આશરે 50 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. મુંબઈના દરિયાકિનારે આવેલું આ ઘર સી-ફેસિંગ છે, જેના કારણે અહીંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. ઘરની બહારની ડિઝાઇનમાં સફેદ રંગ અને કાચનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવસના પ્રકાશમાં આ ઇમારત આકર્ષક દેખાય છે, જ્યારે રાત્રે લાઇટિંગને કારણે તેની સુંદરતા અનેકગણી વધી જાય છે.
ADVERTISEMENT
5/5
ઈશા અંબાણીના આ ઘરની સૌથી ખાસ વાત તેની બહારની ડિઝાઇન છે. ઘરમાં વ્હાઇટ અને ઓફ વ્હાઇટ રંગનું કોમ્બિનેશન જોવા મળે છે. આ ઉપરાંત બહારના ભાગમાં કાચ અને ક્રિસ્ટલનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ પડતાં આ ઘર અલગ જ ચમક આપે છે. જ્યારે રાત્રે ઘરની લાઇટ્સ ચાલુ થાય છે ત્યારે આખી ઇમારત હીરાની જેમ ઝગમગતી દેખાય છે. તેની આ ખાસિયત તેને મુંબઈના બીજા આલીશાન મકાનોથી અલગ બનાવે છે.ગુલિતા હાઉસ માત્ર બહારથી જ સુંદર નથી, પરંતુ અંદરથી પણ તેને શાહી અંદાજમાં તૈયાર કરવામાં આવ્યું છે. ઘરના ઇન્ટિરિયરમાં 3D મોડેલિંગ અને ખાસ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લિવિંગ રૂમથી લઈને ઘરના બીજા ભાગોમાં પણ લક્ઝરીનો અનુભવ થાય છે. દિવાલો પર લગાવવામાં આવેલી પેઇન્ટિંગ્સ, સુંદર ફૂલદાની અને છત પરથી લટકતા આલીશાન ઝૂમર ઘરની સુંદરતામાં વધારો કરે છે. દરેક ખૂણાને ખાસ રીતે સજાવવામાં આવ્યો છે, જેના કારણે ઘરની અંદર પગ મૂકતાં જ કોઈ રાજમહેલમાં આવ્યા હોવાનો અહેસાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ