ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '3 લાખ આપો નહીંતર...' જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી મળતાં ચકચાર, પોલીસે આરોપી પકડવા 3 ટીમો બનાવી
Last Updated: 02:09 PM, 29 November 2026
ADVERTISEMENT
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસે 3 લાખની ખંડણી માંગવાનો નહીંતર પરિવારને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ફોન આવતાં રાજનીતિમાં ચકચાર મચી હતી. ફોન કરનારને સંજય કોરડિયા પાસે ત્રણ લાખની માંગણી કરી હતી અને જો પૈસા ન મળ્યાં તો બનાવટી રુપિયા બનાવવાના કેસમાં ફસાવી સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
ધારાસભ્યના સેક્રેટરી હર્ષ પટેલની ફરિયાદના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, ધારાસભ્ય સંજય કોરડીયાને અગાઉ પણ અનેક ફેક ફોન કોલ્સ આવ્યા હતા. આ અંગે વિગતે ધારાસભ્યના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, 7 જુલાઈ 2025ના રોજ ધારાસભ્ય સંજયભાઈ ઝાંઝરડા રોડ પર હતા.
ADVERTISEMENT
અજાણ્યા શખ્સો દ્વારા તેમનું ફેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવાયું હતું. જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતાં ફેક આઈડીનું આઈપી એડ્રેસ પાકિસ્તાનમાંથી હોવાનું સામે આવ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉ પણ ધારાસભ્ય અજાણ્યા શખ્સોના કાવતરાનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ રાજનેતાને પણ છોડતા નથી તો સામાન્ય લોકોને તો ન જ મૂકે.
ADVERTISEMENT
વધુ વાંચો : કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી, લોકસભાની બેઠકોમાં થશે 50%નો વધારો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયા અગાઉ પણ ધમકીભર્યા મેસેજ મળ્યાં હતા. એક વાર તેમને તેમને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપીને લાખોની ખંડણી માંગી હતી. તે વખતે પોલીસે આરોપી મીર ગાલીફ રીંગબલોચ (ઇસ્ટ કોંગો), જે મૂળ ચિત્રાવડનો રહેવાસી છે, તેને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.