ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહિલા અનામન બિલ મુદ્દે તરુણ ચુગ વિપક્ષ પર વરસ્યા, રાહુલ ગાંધીની કૂટનીતિ વિદેશી આકાઓને ખુશ કરવા માટે છે

ગુજરાત / મહિલા અનામન બિલ મુદ્દે તરુણ ચુગ વિપક્ષ પર વરસ્યા, રાહુલ ગાંધીની કૂટનીતિ વિદેશી આકાઓને ખુશ કરવા માટે છે

Published By: Nidhi Panchal

Last Updated: 02:02 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા અનામત બિલ મુદ્દે ભાજપના નેતાઓ કોંગ્રેસ પર વરસ્યા, તરુણ ચુગ અને અંજુબેન વેકરીયાએ PM મોદીના સંકલ્પને આવકાર્યો ‘પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને અધિકાર આપવાનો સંકલ્પ’ — PM મોદીના પ્રયાસોને ભાજપે ગણાવ્યા ઐતિહાસિક, કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવી આકરા પ્રહાર

ADVERTISEMENT

મહિલાઓને રાજકીય ક્ષેત્રે સમાન અધિકાર અને ભાગીદારી આપવાની વાત ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મહિલા અનામત બિલને લઈને ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને આવકારતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. એક તરફ ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગે મહિલાઓને તેમના અધિકારો અપાવવા માટે વડાપ્રધાન પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયાએ આ બિલને મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. બંને નેતાઓએ મહિલાઓને રાજકીય ક્ષેત્રે વધુ તક આપવાના નિર્ણયને આવકાર્યો છે અને કોંગ્રેસની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે.

BJP

ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગે મહિલા અનામત બિલ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભારતની દીકરીઓને તેમના અધિકારો અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચનબદ્ધ છે. મહિલાઓને તેમના હક્કો મળે તે માટે PM મોદી સતત પ્રયાસ કરી રહ્યા છે અને તેમનો સંકલ્પ ટૂંક સમયમાં પૂર્ણ થશે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓને અધિકાર મળે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને આ દિશામાં સરકાર આગળ વધી રહી છે.

લેવામાં આવેલા નિર્ણયને આવકારદાયક ગણાવ્યો

તરુણ ચુગે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, મહિલાઓને અધિકાર આપવાના મુદ્દે સમગ્ર દેશ વડાપ્રધાન મોદી સાથે ઊભો છે અને કોંગ્રેસને છોડીને દેશની જનતા આ નિર્ણયને સમર્થન આપી રહી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ મુદ્દે ખોટી રીતે વાતો કરી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અનેક વખત મહિલાઓના અધિકારોના માર્ગમાં અવરોધ બની છે અને મહિલા અધિકારોના મુદ્દે દિવાલ બનીને ઊભી રહી છે. તરુણ ચુગે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કરતાં તેમની કૂટનીતિ વિદેશી આકાઓને ખુશ કરવા માટેની હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીના વ્યવહારને લઈને પણ તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

મહિલા અનામત બિલને મહિલાઓ માટે ખાસ દિવસ ગણાવ્યો

બીજી તરફ, ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયાએ મહિલા અનામત બિલને મહિલાઓ માટે ખાસ દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, NDA સરકાર આવતીકાલે બિલ પસાર કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલા સશક્તિકરણ માત્ર સૂત્રો પૂરતું મર્યાદિત નથી, પરંતુ સરકાર દ્વારા આ દિશામાં કામગીરી પણ કરવામાં આવી છે.

મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે આ બિલ

અંજુબેન વેકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિલના માધ્યમથી મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે, જેના કારણે દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધશે અને મહિલાઓ રાજકીય ક્ષેત્રે આગળ આવી શકશે.

આ પણ વાંચો : 80 વર્ષીય વૃદ્ધાને બંધક બનાવી ₹3.62 લાખના રોકડ-દાગીનાની લૂંટ, ત્રણ શખ્સો ફરાર!

કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મહિલા વિરોધી રાજનીતિ અને વોટબેંકની રાજનીતિ કરે છે. મહિલાઓના મત મેળવવા માટે જ કામગીરી કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના અધિકારોની વાત આવે ત્યારે વિરોધ કરવામાં આવે છે. તેમણે વિપક્ષને મહિલા વિરોધી ગણાવતાં કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓના હિતમાં કામ કરતી નથી. સમગ્ર દેશની મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપશે અને ગુજરાતની તમામ બહેનો આ નિર્ણયને આવકારે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Women Empowerment BJP Congress Politics Women Reservation Bill

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ