ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્ટાલિનનો મોદી સરકારને ટેકો, કોંગ્રેસની મનાવવાની કોશિશ વચ્ચે શું છે બદલાયેલા સમીકરણ પાછળનું કારણ?

National / સ્ટાલિનનો મોદી સરકારને ટેકો, કોંગ્રેસની મનાવવાની કોશિશ વચ્ચે શું છે બદલાયેલા સમીકરણ પાછળનું કારણ?

Published By: Nidhi Panchal

Last Updated: 03:52 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે કોંગ્રેસ સાથે રહેલા એમકે સ્ટાલિન હવે સીમાંકન બિલના મુદ્દે અલગ વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. સ્ટાલિનના મોદી સરકારને સમર્થન આપવાના નિર્ણયથી દક્ષિણ ભારતના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે અને કોંગ્રેસ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી છે.

ADVERTISEMENT

રાજકારણમાં મિત્રતા અને સમર્થન કાયમી નથી હોતાં, સમય અને સત્તાનાં સમીકરણો પ્રમાણે સંબંધો બદલાતા રહે છે. તમિલનાડુમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલાં જે કોંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને થલાપતિ વિજયની સરકારમાં ભાગ લીધો હતો, હવે એ જ રાજકીય બદલાવની વચ્ચે એમકે સ્ટાલિનનો નિર્ણય કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. સીમાંકન બિલના મુદ્દે સ્ટાલિનનું મોદી સરકારને સમર્થન આપવાનું વલણ હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે. આ નિર્ણયને કેટલાક લોકો સ્ટાલિનનો કોંગ્રેસ સામેનો રાજકીય જવાબ પણ ગણાવી રહ્યા છે.

tamil

આ વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ થલાપતિ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ડીએમકેનો સાથ આપ્યો હોવા છતાં પરિણામો બાદ વિજયની સરકારને સમર્થન આપ્યું હતું અને સરકારનો ભાગ બની હતી. કોંગ્રેસે એમકે સ્ટાલિનની ડીએમકેથી અલગ થઈને વિજય સાથે હાથ મિલાવ્યા હતા. હવે છ મહિનાની અંદર રાજકીય સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. એમકે સ્ટાલિને મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહેલા સીમાંકન બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. લોકસભામાં ડીએમકેના 22 સાંસદો છે, જેના કારણે તેમનું સમર્થન બિલ પસાર કરાવવામાં મહત્વનું સાબિત થઈ શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમને અપીલ

સ્ટાલિનની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમને અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ તમિલનાડુ અને દેશના હિતમાં સીમાંકન બિલ સામે કોંગ્રેસને સમર્થન આપવા વિનંતી કરી હતી. જોકે, સ્ટાલિને જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ તમિલનાડુના શ્રેષ્ઠ હિતમાં જે જરૂરી હશે તે પગલાં લેશે.

ભારતના ત્રણ મુખ્યમંત્રીઓ સાથે ચેન્નાઈ પહોંચ્યા

આ મુદ્દે ચર્ચા કરવા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દક્ષિણ ભારતના ત્રણ મુખ્યમંત્રીઓ સાથે ચેન્નાઈ પહોંચ્યા છે. આ નેતાઓ એમકે સ્ટાલિન સાથે મુલાકાત કરીને તેમને સીમાંકન બિલનો વિરોધ કરવા સમજાવવાનો પ્રયાસ કરશે. જોકે, સોશિયલ મીડિયા પર સ્ટાલિનના અત્યાર સુધીના વલણને જોતા બેઠક પહેલાં જ તેઓ પોતાનો નિર્ણય બદલશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.

રાજકીય સમીકરણો પણ કારણભૂત હોવાનું માનવામાં આવે

સ્ટાલિનના આ વલણ પાછળ તમિલનાડુના બદલાયેલા રાજકીય સમીકરણો પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસ હવે થલાપતિ વિજયની સરકારનો ભાગ છે, જ્યારે સ્ટાલિન સત્તાની બહાર છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને સ્ટાલિન એક જ રાજકીય પક્ષ સાથે સરકારમાં જોવા મળે તેવું સમીકરણ નથી. તેથી સ્ટાલિન કોંગ્રેસ સાથે જોડાવા કરતાં પોતાનું અલગ રાજકીય વલણ જાળવી રાખવા માગતા હોવાનું માનવામાં આવે છે.

અસર થવાની ચિંતા પણ અગાઉ વ્યક્ત કરવામાં આવી

સીમાંકન બિલને લઈને તમિલનાડુના હિતો પર અસર થવાની ચિંતા પણ અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, હાલની જોગવાઈઓ મુજબ સીમાંકન 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે અને બેઠકોની ફાળવણીનો ગુણોત્તર 1971ની વસ્તી પર આધારિત રહેશે. આ સાથે તમામ રાજ્યોની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની વાત છે. આ વ્યવસ્થાને કારણે તમિલનાડુની બેઠકોના પ્રમાણમાં ઘટાડો થવાની ચિંતા દૂર થઈ શકે છે.

આ પણ વાંચો : 270 કિમી લાંબી સુરંગ, ₹131000 કરોડનો ખર્ચ, છેક લદ્દાખ સુધી 'વંદે ભારત' દોડાવવાની તૈયારી!

આવી સ્થિતિમાં જો એમકે સ્ટાલિન મોદી સરકારના સીમાંકન બિલને સમર્થન આપે છે, તો તમિલનાડુના હિતને નુકસાન થયું હોવાનો દાવો કરવો કોંગ્રેસ માટે મુશ્કેલ બની શકે છે. હવે ચેન્નાઈમાં થનારી બેઠકમાં કોંગ્રેસ સ્ટાલિનને મનાવવામાં સફળ થાય છે કે સ્ટાલિન પોતાના નિર્ણય પર અડગ રહે છે, તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu Politics Delimitation Bill MK Stalin

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ