ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:32 PM, 29 November 2026
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા માટે અનેક યાદગાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી હવે રાજકીય મેદાનમાં ઉતરશે કે કેમ તેના પર સૌની નજર છે. શમી અને ભાજપના ટોચના નેતા વચ્ચે થયેલી મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. એવી પણ ચર્ચા છે કે ભાજપ તેમને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી શકે છે. ઉત્તર પ્રદેશના અમરોહાથી ચૂંટણી લડવાની શક્યતા અંગે પણ વાતો થઈ રહી છે. જોકે, શમીના ભાજપમાં જોડાવા કે ચૂંટણી લડવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ગત રાત્રે દિલ્હીમાં નીતિન નવીનની ઓફિસમાં થઈ હતી. આ મુલાકાત બાદ શમી રાજકારણમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.આ મુલાકાત કરાવવામાં ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ કુવર બાસિત અલીની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. તેમની હાજરીમાં શમી અને નીતિન નવીન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત માત્ર સામાન્ય મુલાકાત હતી કે પછી રાજકીય પ્રવેશ અંગે કોઈ વાતચીત થઈ હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.
ADVERTISEMENT
મોહમ્મદ શમી ભાજપમાં જોડાય તેવી અટકળો વચ્ચે તેમને પાર્ટીમાં મોટી જવાબદારી મળી શકે તેવી ચર્ચા પણ થઈ રહી છે. ખાસ કરીને ભાજપના લઘુમતી મોરચામાં તેમને મહત્વની ભૂમિકા સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શમી ભારતીય ક્રિકેટમાં જાણીતું નામ છે અને દેશભરમાં તેમના ચાહકો છે. આવી સ્થિતિમાં ભાજપ તેમના લોકપ્રિય ચહેરાનો રાજકીય રીતે ઉપયોગ કરી શકે છે તેવી ચર્ચા છે. જોકે, પાર્ટીમાં તેમને કઈ જવાબદારી મળશે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ એશિયામાં ભારતનો ડંકો! ચીનને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા બની એશિયાની સરતાજ, હવે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી!
ADVERTISEMENT
મોહમ્મદ શમી ઉત્તર પ્રદેશના અમરોહાના રહેવાસી છે. આ જ કારણથી તેઓ ભાજપની ટિકિટ પર અમરોહાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે તેવી અટકળો પણ શરૂ થઈ છે. જો શમી રાજકારણમાં પ્રવેશ કરે તો અમરોહા તેમની રાજકીય કારકિર્દીનું કેન્દ્ર બની શકે છે.જોકે, ચૂંટણી લડવા અંગે શમી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ભાજપ તરફથી પણ તેમની ઉમેદવારી કે ચૂંટણી સાથે જોડાયેલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલ આ તમામ બાબતો ચર્ચા અને અટકળો સુધી જ મર્યાદિત છે.
ADVERTISEMENT
રાજકારણમાં પ્રવેશની ચર્ચા વચ્ચે મોહમ્મદ શમીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 6 નવેમ્બરે તેમણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.શમીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે સફેદ જર્સી ભલે છોડી રહ્યા છે, પરંતુ તેની સાથે જોડાયેલી યાદો હંમેશાં તેમની સાથે રહેશે. પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી ત્યારે દેશ માટે કંઈક કરી બતાવવાનું તેમનું સપનું હતું.
શમીએ પોતાની ટેસ્ટ કારકિર્દીને જીવનનો ખાસ હિસ્સો ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વિકેટ, દરેક સંઘર્ષ, ઈજા અને વાપસીએ તેમને કંઈક નવું શીખવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય તેમના માટે ભાવુક કરનારો હતો.તેમણે પોતાની સફરમાં સાથ આપનારા સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને કરોડો ભારતીય ચાહકોનો આભાર માન્યો હતો. મુશ્કેલ સમયમાં પણ ચાહકોએ તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.36 વર્ષીય મોહમ્મદ શમીની ક્રિકેટ કારકિર્દી બાદ હવે રાજકારણમાં પ્રવેશની ચર્ચા શરૂ થઈ છે. જોકે, ભાજપ સાથેની મુલાકાત બાદ ઊભી થયેલી અટકળો પર શમી પોતે શું પ્રતિક્રિયા આપે છે અને ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થાય છે કે નહીં તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.