ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નારણપુરામાં દારૂના નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં કરી તોડફોડ, 4 સામે રાયોટિંગનો ગુનો!

ગુજરાત / નારણપુરામાં દારૂના નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં કરી તોડફોડ, 4 સામે રાયોટિંગનો ગુનો!

Published By: Nidhi Panchal

Last Updated: 03:40 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારણપુરામાં અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલ પાસે દારૂના નશામાં બેસેલા શખ્સોને ટોકતાં મામલો એટલો ઉગ્ર બન્યો કે ધોકા અને તલવાર જેવાં હથિયારો સાથે તોડફોડ કરવામાં આવી.

ADVERTISEMENT

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક બની ગયો હતો. સ્કૂલ પાસે દારૂના નશામાં બેસેલા કેટલાક શખ્સોને સ્થાનિક વ્યક્તિએ ટોક્યા હતા. જોકે, આ વાતનો વિરોધ કરવાને બદલે શખ્સોએ માથાકૂટ શરૂ કરી હતી. ત્યારબાદ મામલો એટલો વકર્યો કે અન્ય લોકોને બોલાવીને ધોકા અને તલવાર જેવાં હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

naran

મળતી માહિતી મુજબ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્કૂલ પાસે કેટલાક શખ્સો દારૂના નશામાં બેસીને ડ્રિંક કરી રહ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ તેમને ત્યાં દારૂ પીવા બાબતે ટોક્યા હતા. જોકે, સામાન્ય રીતે સમજાવવાની આ વાતને લઈને શખ્સોએ ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ ત્યારબાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

નશામાં આવેલા એક વ્યક્તિને રોકતાં તેણે માથાકૂટ કરી

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, દારૂના નશામાં આવેલા એક વ્યક્તિને રોકતાં તેણે માથાકૂટ કરી હતી. ત્યારબાદ અસામાજિક તત્વોએ અન્ય લોકોને પણ બોલાવી લીધા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ શખ્સો ધોકા અને તલવાર જેવાં હથિયારો લઈને આવ્યા હતા અને વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ દરમિયાન અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હુમલાની ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટનાને લઈને નારણપુરા વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં લુખ્ખાતત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આવી ઘટનાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી થતી નથી, જેના કારણે અસામાજિક તત્વોને જાણે કોઈનો ડર રહ્યો નથી.

naranpura

બીજી તરફ, આ મામલે નારણપુરા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ ઘટનામાં આયુષ ઠાકોર, મંથન ઠાકોર, નારાયણ ઠાકોર અને ધવલ ઠાકોર સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્કૂલ પાસે ડ્રિંક કરતા શખ્સોને ફરિયાદીએ ટોક્યા હતા. આ બાબતને લઈને ચારેય આરોપીઓએ ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવીને ગાડીઓમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચો : મહિલા અનામન બિલ મુદ્દે તરુણ ચુગ વિપક્ષ પર વરસ્યા, રાહુલ ગાંધીની કૂટનીતિ વિદેશી આકાઓને ખુશ કરવા માટે છે

હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં આ ઘટનામાં અન્ય કોણ-કોણ સામેલ હતું અને તોડફોડમાં કોની ભૂમિકા હતી તે સહિતની વિગતો સામે આવશે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર નારણપુરામાં અસામાજિક તત્વોના ત્રાસ અને સ્થાનિકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anti Social Elements Vehicle Vandalism Ahmedabad Naranpura

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ