ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકના વેપારીનું અપહરણ કરી માર માર્યો, 10 લાખની ખંડણી માગી 5 લાખ પડાવ્યા
Last Updated: 04:57 PM, 29 November 2026
ADVERTISEMENT
ધંધામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ ક્યારેક ગંભીર ગુનાનું રૂપ લઈ લેતો હોય છે. અમદાવાદના નારોલમાં પણ આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પૈસાના હિસાબને લઈને પ્લાસ્ટિકના વેપારીને ઘરેથી બહાર બોલાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીને કારમાં બેસાડીને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો હતો અને રૂ. 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. એટલું જ નહીં, વેપારી પાસેથી રૂ. 5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ તેને મકાનમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં નારોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

પોલીસના સકંજામાં આવેલા આરોપીનું નામ સંતોષ યાદવ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 23 નવેમ્બરની રાત્રે નારોલ વિસ્તારમાં રહેતા પ્લાસ્ટિકના વેપારી કલ્પેશ પુરોહિતનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ પાછળ ધંધામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. પ્લાસ્ટિકના વેપાર સાથે સંકળાયેલા પ્રદીપ યાદવ અને કલ્પેશ પુરોહિત વચ્ચે પૈસાના હિસાબને લઈને તકરાર ચાલી રહી હતી.
ADVERTISEMENT
ઘટનાની રાત્રે કલ્પેશ પુરોહિત પોતાના ઘરે હાજર હતા ત્યારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ પ્રદીપ યાદવ તેના મિત્ર સાથે કલ્પેશના ઘરે આવ્યો હતો. તેણે પૈસાની લેતી-દેતીનો હિસાબ પૂરો કરવા કલ્પેશને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય સોસાયટીના બહારના ગેટ પાસે પહોંચ્યા હતા, જ્યાં સંદીપ યાદવ અને સંતોષ યાદવ સ્કોર્પિયો કાર લઈને ઉભા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ આરોપીઓએ કલ્પેશ પુરોહિતને જબરજસ્તી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. તેઓ કલ્પેશને સ્મૃતિ મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા, જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો અને રૂ. 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. આરોપીઓએ વેપારી પાસેથી ઓનલાઈન રૂ. 5 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : નારણપુરામાં દારૂના નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં કરી તોડફોડ, 4 સામે રાયોટિંગનો ગુનો!
પાંચ લાખ રૂપિયા લીધા બાદ પણ આરોપીઓએ વેપારીને છોડ્યો નહોતો. તેને કારમાં બેસાડીને ધર્મભૂમિ સોસાયટીમાં આવેલા એક મકાનમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યાં પણ બાકીના પૈસાની માંગણી કરવામાં આવી હતી. જોકે, વેપારીએ બાકીના રૂપિયા બાદમાં આપી દેવાની ખાતરી આપતાં આરોપીઓએ તેને છોડી દીધો હતો. આ સમગ્ર મામલે નારોલ પોલીસે પ્રદીપ યાદવ, સંદીપ યાદવ, સંતોષ યાદવ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંતોષ યાદવની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
Road to Heaven Gujarat / સફેદ રણ અને ખુલ્લું આકાશ, જાણે સ્વર્ગનો રસ્તો! ગુજરાતના ‘રોડ ટુ હેવન’નો ફિલ્મી નજારો!