ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાગળમાં અલ્પેશ ઠાકોરની ચેતવણી; "ચેતી જજો, અમે ક્ષત્રીય છીએ, બંગડીઓ નથી પહેરી"

બનાસકાંઠા / ભાગળમાં અલ્પેશ ઠાકોરની ચેતવણી; "ચેતી જજો, અમે ક્ષત્રીય છીએ, બંગડીઓ નથી પહેરી"

Published By: Vishal Khamar
Reported By: Mogji Chaudhry

Last Updated: 04:43 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પાલનપુર નજીક ભાગળ ગામે અલ્પેશ ઠાકોરે જૂથ અથડામણ મુદ્દે આક્રમક નિવેદન આપ્યું. હેરાનગતિ કરનારાઓને ચેતવણી આપી અને ગામમાં દિવાળી તથા હોળીની ઉજવણી કરવાની જાહેરાત કરી.

ADVERTISEMENT

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે બે કોમો વચ્ચે થયેલી મારામારી અને પથ્થરમારાની ઘટના બાદ હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઠાકોર સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાગળ ગામમાં પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને હિંમત આપી સમાજના અને ગામના લોકોને સંબોધન કર્યું હતું..અને હવે કોઈ પણ ગામના વ્યક્તિને સતાવશે તો તેમને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવીને ગામ ખાલી કરાવી દેવાની ચીમકી ઉચ્ચારીને આગામી હોળી અને દિવાળી ભાગળ ગામમાં જ ઉજવવાની વાત કરીને ગામના હિન્દૂ લોકોમાં એકતા રાખવાની વાત કરી હતી..

ટીમો અને એજન્ડા નક્કી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો

પાલનપુરના ભાગળ ગામે અલ્પેશ ઠાકોરે પહોંચીને ગામના પીડિત ઠાકોર પરિવારને મળીને તમામ મદદની ખાતરી આપતા કહ્યું.કે .કોઈ ગમે તેવો દાદા હશે પણ આજ પછી તમારી ઘર સામું ઊંચી આંખ કરીને નહિ જોઈ શકે તેવું કરીને જઈશ. ત્યાર બાદ તેમણે ગામના ઠાકોર સમાજ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી અને તેમને સંબોધતા કહ્યું કે ગામમાં એક ચોક્કસ ગેંગ સક્રિય છે. મારવા માટે ના માટે 10 લોકો,જેલમાં જવા માટે 10 લોકો,વેપાર કરવા માટે 10 લોકો,હિંસા કરવા માટે 10 લોકોની ગેંગ બનાવાઈ છે. તેમને મારામારી, હિંસા અને વેપાર સહિતની બાબતો માટે અલગ-અલગ લોકોની ટીમો અને એજન્ડા નક્કી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિ કરનારા પકડાય

સાથે જ તેમણે કહ્યું હતું કે ગામના લોકો પર માનસિક ત્રાસ ગુજારવાનું અને પાણી બંધ કરી દેવાનું કોઈને અધિકાર નથી.આ એજ ગામ છે જ્યાંથી દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિ કરનારા પકડાય છે,અમને એમ છે કે કોઈ લડવા વાળું જ નથી.અમે ક્ષત્રિયી છીએ કે ગાયના ઘણ માટે માથા ઉતારેલા છે,એ અમારો પરચો ભૂલી ગયા છે..ગામના લોકોનો માનસિક ત્રાસ આપવાનો.પાણી બંધ કરી દે શુ તેમનો ઇજારો છે,હું ગામમાં કહીને જાઉં છું કે રાતના બે વાગે પણ ગામના દીકરી કે દીકરાને સહેજ અડસેલે તો હું તેમની સાત પેઢી યાદ અપાવી દઈશ.

અહીંના લોકો વર્ષો સુધી દબેલા રહ્યા છે

કોઈએ મને કહ્યું કે અલ્પેશ ઠાકોર અહીં આવે તો એ પથ્થર મારો કરવાનો છે તો મેં કહ્યું કે તો તો મારા માટે એ પ્રસંગ આવ્યો કહેવાય,અહીંના લોકો વર્ષો સુધી દબેલા રહ્યા છે હું અહી જે પીડિતના ઘરમાં ગયા જ્યાં એક બહેને 15 દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો છે.હું તેમને કહી ને આવ્યો છું કે બાળક મોટો થશે તો આ ગામનો સરપંચ બનશે ,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું પોલીસનો આભાર માનું છું કે જે લોકો આમ સંડોવાયેલા હતા તેમને જેલ ભેગા કર્યા,પોલીસે તમામને ચૌદમુ રતન દેખાડ્યું છે.

માં ભવાની સોગંધ ખાઈને કહું છું કે આખું ગામ ખાલી કરાવી દઈશ

હું આજે કહીને જાઉં છું કે કોઈબીજી વાર આ ગામમાં કોઈ બહેન દીકરી કે આગેવાનની પાઘડીને અડવાનું કામ કર્યું તો માં ભવાની સોગંધ ખાઈને કહું છું કે આખું ગામ ખાલી કરાવી દઈશ,અમે ગુજરાત ઠાકોર સેના નામ આપ્યું હોય અને હાથ જોડવાનું થાય તો અમને પણ શરમ આવે.આ વખતની દિવાળી હું આ ગામમા જ માનવીશ અને દલિત અને ઠાકોર સમાજના લોકોના ઘરે ભાગળ માં જ માનવીશ,આગામી હોળી પણ ગામની વચ્ચોવચ રંગે ચંગે કેસુડો અને ગુલાલ સાથે અહીં ઉજવીશું..બધા એમ કહે છે કે અલ્પેસ ઠાકોર કઈ બોલતો નથી તો વારે વારે બોલવું એ મરદનું કામ નથી.

આ પણ વાંચોઃ નારણપુરામાં દારૂના નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં કરી તોડફોડ, 4 સામે રાયોટિંગનો ગુનો!

ભાગળ ગામમાં અલ્પેશ ઠાકોર સાથે જ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર પણ પહોંચ્યા હતા. જ્યાં સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોરે ગામના લોકોની પડખે સરકાર હોવાનું કહીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાત કરી હતી તો પીડિત પરિવારની મહિલાએ પણ અલ્પેશ ઠાકોરે તેમને મળીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હોવાની વાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhagal Village News Alpesh Thakor Speech Alpesh Thakor

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ