ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 1980માં ભારતીય નાગરિક ન હતા સોનિયા ગાંધી, છતાં મતદાર યાદીમાં હતું નામ, દિલ્હી પોલીસનો અદાલતમાં ખુલાસો

નેશનલ / 1980માં ભારતીય નાગરિક ન હતા સોનિયા ગાંધી, છતાં મતદાર યાદીમાં હતું નામ, દિલ્હી પોલીસનો અદાલતમાં ખુલાસો

Published By: Pravin Joshi

Last Updated: 04:12 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે અદાલતમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે 1983માં નાગરિકતા મેળવનાર સોનિયા ગાંધી 1980માં ભારતીય નાગરિક ન હતા છતાં તેમનું નામ મતદાર યાદીમાં હતું, અને આ મામલે આગામી સુનાવણી 14 ડિસેમ્બરે થશે.

ADVERTISEMENT

દિલ્હી પોલીસે અદાલતને જણાવ્યું છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વર્ષ 1980માં ભારતીય નાગરિક ન હતા, તેમ છતાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હતું. તેમણે વર્ષ 1983માં ભારતીય નાગરિકતા મેળવી હતી.

નાગરિકતા મેળવ્યા વગર કથિત રીતે ખોટી રીતે મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ દાખલ કરાવવાના મામલે દાખલ કરાયેલી પુનરાવર્તન અરજી પર અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસે પોતાનો અહેવાલ રજૂ કરીને અદાલતને માહિતી આપી કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વર્ષ 1980માં ભારતીય નાગરિક ન હતા, પરંતુ તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હતું અને તેમણે વર્ષ 1983માં ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી હતી.

sonia-gandhi2.jpg

પોલીસે જણાવ્યું કે આ હકીકતોની ખરાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ મંત્રાલય પાસેથી કરવામાં આવી છે. પોલીસે અહેવાલમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી કેટલાક દસ્તાવેજો અને રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે, જેના જવાબની હજુ પ્રતીક્ષા છે.

અરજીમાં એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે વર્ષ 1980ની નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કઈ રીતે દાખલ થયું હતું. અરજીમાં એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે વર્ષ 1982માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યું હતું. નામ વર્ષ 1980ની મતદાર યાદીમાં સામેલ હતું.

આ પણ વાંચો : સ્ટાલિનનો મોદી સરકારને ટેકો, કોંગ્રેસની મનાવવાની કોશિશ વચ્ચે શું છે બદલાયેલા સમીકરણ પાછળનું કારણ?

અરજીમાં એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે વર્ષ 1980ની નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કઈ રીતે દાખલ થયું હતું. અરજીમાં એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે વર્ષ 1982માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે એવો સવાલ પણ પૂછવામાં આવ્યો છે કે જ્યારે તેમણે વર્ષ 1983માં નાગરિકતા મેળવી, ત્યારે કયા દસ્તાવેજના આધારે વર્ષ 1980માં મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવવામાં આવ્યું હતું અને શું તે માટે બનાવટી દસ્તાવેજોનો આશરો લેવામાં આવ્યો હતો?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VoterListRow DelhiPolice SoniaGandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ