ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સીમાંકન બિલ પર સરકારની નજર, લોકસભામાં એકસાથે 3 બિલ રજૂ થશે, જાણો પ્રથમ દિવસનો સંપૂર્ણ એજન્ડા

National / સીમાંકન બિલ પર સરકારની નજર, લોકસભામાં એકસાથે 3 બિલ રજૂ થશે, જાણો પ્રથમ દિવસનો સંપૂર્ણ એજન્ડા

Published By: Nidhi Panchal

Last Updated: 05:38 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદનું ખાસ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે અને આ વખતે સૌથી વધુ ચર્ચા સીમાંકન બિલને લઈને થવાની છે. એપ્રિલમાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં બિલ પસાર થઈ શક્યું નહોતું, પરંતુ હવે સરકાર ફરી આ બિલ રજૂ કરીને પસાર કરાવવાની તૈયારીમાં છે.

ADVERTISEMENT

સંસદનું ખાસ સત્ર શરૂ થાય તે પહેલાં જ દેશના રાજકારણમાં સીમાંકન બિલને લઈને ચર્ચા તેજ બની છે. આ વખતે સરકાર આ બિલ પસાર કરાવવા માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે. અગાઉ એપ્રિલ મહિનામાં પણ સીમાંકન બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં બિલ પસાર થઈ શક્યું નહોતું. હવે ફરી સંસદમાં બિલ રજૂ થવાનું છે અને સરકારને આશા છે કે આ વખતે જરૂરી સમર્થન મળી જશે. સોમવારથી શરૂ થનારા ખાસ સત્રમાં સીમાંકન સહિત ત્રણ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે, જેના પર એકસાથે ચર્ચા કરીને પસાર કરવાની તૈયારી છે.

sansaddd

સંસદનું આ ખાસ સત્ર કુલ ચાર દિવસ ચાલશે. લોકસભાની બેઠક 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે યોજાશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 અને 3 ડિસેમ્બરે યોજાશે. સોમવારના લોકસભા સત્રનો કાર્યસૂચિ પણ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ આશરે 11:20 વાગ્યે ગૃહની મુખ્ય કામગીરી શરૂ થવાની શક્યતા છે.

લોકસભામાં પ્રથમ દિવસે શું થશે?

સોમવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં સૌથી પહેલાં આસામના નાગાંવ લોકસભા મતવિસ્તારમાંથી નવા ચૂંટાયેલા ભાજપના સાંસદ દેવાશીષ શર્મા શપથ લેશે. ત્યારબાદ લોકસભાના છ પૂર્વ સભ્યોના નિધન અંગે શોક વ્યક્ત કરવામાં આવશે. આ પછી નવ કેન્દ્રીય મંત્રીઓ અને જળ સંસાધન સંબંધિત સંસદીય સમિતિના સભ્યો ગૃહમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરશે.

સીમાંકન બિલ ક્યારે રજૂ થશે?

લોકસભાની મુખ્ય કાર્યવાહી સવારે 11:15થી 11:20 વાગ્યાની આસપાસ શરૂ થવાની શક્યતા છે. આ દરમિયાન સૌથી પહેલાં ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે રજૂ કરવામાં આવેલા ‘કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026’ને પાછું ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ત્યારબાદ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ 16 એપ્રિલે રજૂ કરવામાં આવેલા ‘સીમાંકન બિલ, 2026’ને પાછું ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કરશે. જૂનાં બિલ પાછાં ખેંચ્યા બાદ નવા બિલ રજૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે. ત્યારબાદ અર્જુન રામ મેઘવાલ ‘બંધારણ (132મો સુધારો) બિલ, 2026’ રજૂ કરશે. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ ‘કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બીજું બિલ, 2026’ રજૂ કરશે. અંતે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ‘સીમાંકન (બીજું) બિલ, 2026’ રજૂ કરશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સમજાવવા પહોંચે તે પહેલાં જ સ્ટાલિને બતાવ્યું વલણ, કહ્યું- અમારો નિર્ણય તમિલનાડુના હિતમાં જ

ત્રણ બિલ પર એકસાથે ચર્ચા થશે

લોકસભામાં ત્રણેય બિલ રજૂ થયા બાદ તેના પર એકસાથે ચર્ચા કરવામાં આવશે. આ ત્રણ બિલમાં બંધારણ (132મો સુધારો) બિલ, 2026, કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બીજું બિલ, 2026 અને સીમાંકન (બીજું) બિલ, 2026નો સમાવેશ થાય છે. ચર્ચા બાદ ત્રણેય બિલ પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે સંસદના આ ખાસ સત્રમાં સરકારને જરૂરી બે તૃતીયાંશ બહુમતી મળે છે કે નહીં અને સીમાંકન તથા અન્ય બિલો પર સંસદમાં કેવો નિર્ણય આવે છે તેના પર દેશભરની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delimitation Bill 2026, Constitution Amendment Bil Parliament Special Session

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ