ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2027નું પ્રથમ સૂર્યગ્રહણ 6 ફેબ્રુઆરીએ, ભારતમાં દેખાશે કે નહીં, જાણો સૂતક કાળ અને બીજા ગ્રહણની વિગત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 2027નું પ્રથમ સૂર્યગ્રહણ 6 ફેબ્રુઆરીએ, ભારતમાં દેખાશે કે નહીં, જાણો સૂતક કાળ અને બીજા ગ્રહણની વિગત

Last Updated: 05:47 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2027નું પ્રથમ વલયાકાર સૂર્યગ્રહણ 6 ફેબ્રુઆરીએ થશે જે ભારતમાં દેખાશે નહીં અને તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં, જ્યારે 2 ઓગસ્ટ 2027ના બીજા સૂર્યગ્રહણનો આંશિક નજારો ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે.

1/6

photoStories-logo

1. 2027નું પ્રથમ સૂર્યગ્રહણ 6 ફેબ્રુઆરીએ, ભારતમાં દેખાશે કે નહીં, જાણો સૂતક કાળ અને બીજા ગ્રહણની વિગત

વર્ષ 2027 ખગોળીય ઘટનાઓની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે આકાશમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ સહિત અનેક અદભૂત દ્રશ્યો જોવા મળશે. જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે તેની અસર તમામ 12 રાશિઓની સાથે-સાથે દેશ અને દુનિયા પર પણ થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2027નું પ્રથમ સૂર્યગ્રહણ ફેબ્રુઆરી મહિનામાં થવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે આકાશમાં સૂર્યની ફરતે ચમકતી વીંટી જેવું અદ્ભૂત દ્રશ્ય સર્જાશે, જેને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વર્ષ 2027નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે?

વર્ષ 2027નું પ્રથમ સૂર્યગ્રહણ 6 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ એક વલયાકાર ગ્રહણ રહેશે. આ ખગોળીય સ્થિતિમાં ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, પરંતુ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. આ કારણે સૂર્યનો કિનારી તરફનો ભાગ ચમકતો રહે છે અને જોતાં એવું લાગે છે કે આકાશમાં અગ્નિનું તેજસ્વી કંકણ રચાયું હોય. ખગોળશાસ્ત્રમાં આ દ્રશ્યને અગ્નિ કંકણ તરીકે ઓળખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શું ભારતમાં સૂર્યગ્રહણ જોઈ શકાશે?

ફેબ્રુઆરીમાં થનારું વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયે ભારતમાં રાત હશે અને સૂર્ય દ્રશ્યમાન નહીં હોય. આથી દેશના કોઈપણ ભાગમાંથી લોકો આ ગ્રહણ જોઈ શકશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શું ભારતમાં સૂતક કાળ માન્ય ગણાશે?

સૂર્યગ્રહણની સાથે સૂતક કાળનું પણ વિશેષ મહત્વ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ શરૂ થાય તેના 12 કલાક પહેલા સૂતક કાળ બેસી જાય છે. આ સમયગાળા દરમિયાન મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવે છે અને પૂજા-અર્ચના જેવા શુભ કાર્યો ટાળવામાં આવે છે, જોકે આ દરમિયાન ઈશ્વરનું સ્મરણ કરવું અને મંત્રજાપ કરવો શુભ મનાય છે. પરંતુ વર્ષ 2027નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી ભારતમાં તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કયા પ્રદેશોમાં દેખાશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ?

6 ફેબ્રુઆરી 2027ના રોજ થનારું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ઉપરાંત એટલાન્ટિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પણ લોકો આ ખગોળીય ઘટના નિહાળી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વર્ષ 2027માં કુલ કેટલા સૂર્યગ્રહણ થશે?

વર્ષ 2027માં કુલ 2 સૂર્યગ્રહણ થશે. પ્રથમ ગ્રહણ 6 ફેબ્રુઆરી 2027ના રોજ થશે, જે વલયાકાર હશે અને ભારતમાં દેખાશે નહીં. જ્યારે બીજું સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ 2027ના રોજ થશે. આ ખગ્રાસ સૂર્યગ્રહણ હશે, જેનો ખંડગ્રાસ દ્રશ્ય ભારતના કેટલાક ભાગોમાં જોઈ શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AstrologyNews SolarEclipse2027 RingOfFire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ