ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઉત્પન્ના એકાદશી 4 ડિસેમ્બરે, ભગવાન વિષ્ણુની કૃપા અને સુખ-સમૃદ્ધિ માટે જાણો પૂજા વિધિ, મહત્વ અને વિષ્ણુ ચાલીસા

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / ઉત્પન્ના એકાદશી 4 ડિસેમ્બરે, ભગવાન વિષ્ણુની કૃપા અને સુખ-સમૃદ્ધિ માટે જાણો પૂજા વિધિ, મહત્વ અને વિષ્ણુ ચાલીસા

Last Updated: 05:56 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

4 ડિસેમ્બર 2026ના રોજ આવતી ઉત્પન્ના એકાદશીએ ભગવાન વિષ્ણુની વિધિસર પૂજા અને શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

1/5

photoStories-logo

1. ઉત્પન્ના એકાદશી 4 ડિસેમ્બરે, ભગવાન વિષ્ણુની કૃપા અને સુખ-સમૃદ્ધિ માટે જાણો પૂજા વિધિ, મહત્વ અને વિષ્ણુ ચાલીસા

સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત ઉત્પન્ના એકાદશીનું વ્રત દર વર્ષે માગશર મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વ્રત રાખવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ચાલુ વર્ષે ઉત્પન્ના એકાદશી 4 ડિસેમ્બર 2026, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધનાની સાથે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો પણ અત્યંત શુભ ફળદાયી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઉત્પન્ના એકાદશી પર કરો વિષ્ણુ ચાલીસાનો પાઠ

ધાર્મિક માન્યતાઓ મુજબ, ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તે માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી. તેમને પીળા પુષ્પો, ફળ અને તુલસીદળ અર્પણ કરવા. ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો. માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિષ્ણુ ચાલીસાનો પાઠ કેવી રીતે કરવો?

વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે મનને શાંત રાખવું જોઈએ. સૌપ્રથમ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને ત્યારબાદ ચાલીસાનો પાઠ શરૂ કરવો. પાઠ દરમિયાન ઉતાવળ ન કરવી. પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર ભગવાનને ફળ, પુષ્પો અને નૈવેદ્ય ધરાવવા. પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુની આરતી કરવી અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વિષ્ણુ ચાલીસાના પાઠનું શું છે મહત્વ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિષ્ણુ ચાલીસામાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો અને તેમની લીલાઓનું વર્ણન જોવા મળે છે. તેમાં ભગવાન પોતાના ભક્તો પર કૃપા કરે છે અને તેમના સંકટો દૂર કરે છે તેનું ગુણગાન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે નિયમિત રીતે તેનો પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને વ્યક્તિનું ધ્યાન ભક્તિ તરફ કેન્દ્રિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ekadashi2026 VishnuChalisa UtpannaEkadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ