ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp યુઝર્સ માટે કામની ટિપ્સ! આ 5 સેટિંગ્સ બદલો અને છેતરપિંડીથી રહો સુરક્ષિત!
7 ફોટો ગેલેરી
Last Updated: 02:50 PM, 29 November 2026
1/7
સાઇબર ઠગો પણ હવે WhatsApp દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ક્યારેક બેંક અધિકારી બનીને તો ક્યારેક મિત્ર કે સંબંધીના નામે મેસેજ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આવા કિસ્સામાં લોકો ઉતાવળમાં OTP, વેરિફિકેશન કોડ કે અંગત માહિતી આપી દે છે અને પછી મુશ્કેલીમાં મુકાય છે. જોકે WhatsAppમાં કેટલીક એવી સેટિંગ્સ છે, જેની મદદથી તમે તમારા એકાઉન્ટ અને અંગત માહિતીને સુરક્ષિત રાખી શકો છો. જો તમે પણ WhatsAppનો રોજ ઉપયોગ કરો છો તો આ પાંચ સેટિંગ્સ વિશે જાણવું જરૂરી છે.
2/7
WhatsApp પર કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તરત જવાબ આપવાની ઉતાવળ ન કરો. ખાસ કરીને સામેની વ્યક્તિ પૈસાની માગણી કરે અથવા તમારી અંગત માહિતી માંગે તો પહેલાં તેની ઓળખ તપાસો. WhatsApp અજાણ્યા નંબર પરથી આવતા મેસેજમાં સેફ્ટી સંબંધિત માહિતી પણ બતાવે છે. જેના આધારે તમે મેસેજ મોકલનાર વિશે જાણકારી મેળવી શકો છો. જો નંબર શંકાસ્પદ લાગે તો તેને બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો. આ રીતે તમે વારંવાર આવતા ફ્રોડ મેસેજથી બચી શકો છો.
ADVERTISEMENT
3/7
જો કોઈ અજાણી વ્યક્તિ વારંવાર મેસેજ કરીને હેરાન કરે છે અથવા પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે તો તેને બ્લોક કરી દો. WhatsAppમાં બ્લોક કર્યા પછી તે વ્યક્તિ તમને મેસેજ કે કોલ કરી શકશે નહીં. આ ઉપરાંત રિપોર્ટનો વિકલ્પ પણ મળે છે. તેના દ્વારા તમે શંકાસ્પદ એકાઉન્ટની ફરિયાદ કરી શકો છો. આ માહિતીના આધારે WhatsApp આવા સ્પામ અને છેતરપિંડી કરતા એકાઉન્ટ સામે પગલાં લઈ શકે છે. તેથી કોઈ નંબર શંકાસ્પદ જણાય તો તેને અવગણવાને બદલે બ્લોક અને રિપોર્ટ કરવો વધુ યોગ્ય છે.
4/7
ઘણીવાર સાઇબર ઠગો ફોન કરીને લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. અજાણ્યા નંબર પરથી વારંવાર આવતા કોલથી બચવા માટે WhatsAppમાં Silence Unknown Callers નામનું ફીચર આપવામાં આવ્યું છે. આ સેટિંગ ચાલુ કર્યા પછી અજાણ્યા નંબર પરથી આવતા કોલની રિંગટોન વાગશે નહીં. જોકે આવા કોલની જાણકારી તમને કોલ લોગમાં જોવા મળશે. આ ફીચરથી વારંવાર આવતા સ્પામ કોલથી પરેશાની ઓછી થશે. આ સેટિંગ ચાલુ કરવા માટે WhatsAppના Settingsમાં જઈને Privacy અને ત્યારબાદ Callsમાં જવું પડશે.
ADVERTISEMENT
5/7
WhatsApp પર તમારી પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, ઓનલાઈન સ્ટેટસ, About અને સ્ટેટસ કોણ જોઈ શકે છે તે તમે નક્કી કરી શકો છો. જો આ માહિતી દરેક વ્યક્તિ જોઈ શકે તેવી સેટિંગ રાખવામાં આવી હોય તો અજાણ્યા લોકો પણ તમારા વિશે જાણકારી મેળવી શકે છે. તેથી Privacy સેટિંગમાં જઈને આ વિકલ્પો My Contacts પર રાખવા વધુ યોગ્ય છે. તમે ઇચ્છો તો અમુક લોકો માટે આ માહિતી છુપાવી પણ શકો છો. આમ કરવાથી અજાણ્યા લોકો તમારી અંગત માહિતીનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં.
6/7
WhatsApp એકાઉન્ટની સુરક્ષા માટે Two-Step Verification સૌથી ઉપયોગી ફીચર્સમાંથી એક છે. આ સેટિંગ ચાલુ કર્યા પછી તમારે છ આંકડાનો PIN બનાવવો પડે છે. જ્યારે કોઈ અન્ય ડિવાઇસમાં તમારા મોબાઇલ નંબરથી WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવાનો પ્રયાસ થશે ત્યારે આ PINની જરૂર પડશે. તેના કારણે કોઈ વ્યક્તિ પાસે તમારો OTP આવી જાય તો પણ એકાઉન્ટનો દુરુપયોગ કરવો મુશ્કેલ બની શકે છે. આ ફીચર ચાલુ કરવા માટે Settingsમાં જઈને Account અને ત્યારબાદ Two-Step Verification પર ક્લિક કરો. અહીં છ આંકડાનો PIN સેટ કરો અને તમારું ઈમેલ એડ્રેસ પણ ઉમેરો, જેથી જરૂર પડ્યે એકાઉન્ટ પાછું મેળવવામાં મદદ મળે.
ADVERTISEMENT
7/7
WhatsApp પર કોઈ પણ વ્યક્તિને OTP, પાસવર્ડ કે વેરિફિકેશન કોડ ક્યારેય આપશો નહીં. જો કોઈ મિત્ર કે સંબંધી નવા નંબર પરથી મેસેજ કરીને અચાનક પૈસા માંગે તો પહેલાં તેના જૂના નંબર પર ફોન કરીને ખાતરી કરો. અજાણી લિંક પર ક્લિક કરવાનું અને શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ કરવાનું ટાળો. કોઈ વ્યક્તિ તમને ઉતાવળમાં પૈસા મોકલવાનું દબાણ કરે તો સાવચેત થઈ જાઓ. યાદ રાખો કે WhatsAppની સેફ્ટી સેટિંગ્સ તમને સુરક્ષા આપવામાં મદદ કરે છે, પરંતુ તમારી સતર્કતા જ સાઇબર છેતરપિંડી સામે સૌથી મોટું રક્ષણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ