ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "બોટાદના 80 હજાર મતદારો એક થાય તો રાજકીય પક્ષોએ ઝૂકવું પડે", ફરી કોળી સમાજમાંથી હક આપવાની માંગ કરી
Last Updated: 06:31 PM, 29 November 2026
ADVERTISEMENT
બોટાદ જિલ્લામાં કોળી સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતા સાથે રાજકીય ક્ષેત્રે સમાજને યોગ્ય હક અને ભાગીદારી આપવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો.
ADVERTISEMENT
હક અને અધિકારો માટે એકજૂથ થવાની હાકલ
સમારોહ દરમિયાન કોળી સમાજના નેતા ભીખા રાઠોડે સમાજના લોકોને પોતાના હક અને અધિકારો માટે એકજૂથ થવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કોળી સમાજના અંદાજે એક લાખ જેટલા મતદારો છે. જો આમાંથી 80 હજાર મતદારો એકસાથે એક મંચ પર આવે તો રાજકીય પક્ષોએ પણ સમાજની તાકાત સામે ઝૂકવું પડશે.
ADVERTISEMENT
સમાજની અવગણના કરનાર પક્ષોએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું
ભીખા રાઠોડે રાજકીય પક્ષોને સંદેશ આપતાં કહ્યું હતું કે કોળી સમાજને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ, હક અને હિસ્સો મળવો જોઈએ. સમાજની અવગણના કરનાર પક્ષોએ આગામી ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
સમાજની રાજકીય એકતા અને અધિકારોની લડત માટેનું મંચ બન્યો
આ સ્નેહમિલન સમારોહ માત્ર સામાજિક મેળાપ પૂરતો સીમિત ન રહેતાં સમાજની રાજકીય એકતા અને અધિકારોની લડત માટેનું મંચ બન્યો હતો. સમાજના હિત માટે એકજૂથ થઈને રાજકીય ક્ષેત્રે પોતાની તાકાતનો પરિચય કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત
સમગ્ર કાર્યક્રમમાં કોળી સમાજને રાજકીય ક્ષેત્રે યોગ્ય સ્થાન અને ભાગીદારી મળે તેવો સૂર જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.