ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:10 PM, 29 November 2026
ADVERTISEMENT
ભારતીય રાજકારણમાં ક્યારેક સંબંધોની મીઠાશ પણ રાજકીય ગણતરીઓ સામે ફિક્કી પડી જાય છે. કંઈક આવું જ દૃશ્ય તમિલનાડુના રાજકારણમાં જોવા મળ્યું, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ DMKના ચીફ એમ.કે. સ્ટાલિનને ‘બ્રધર સ્ટાલિન’ કહીને સાથે આવવા અપીલ કરી, પરંતુ તેમની આ લાગણીસભરી અપીલ પણ DMKનું વલણ બદલી શકી નહીં.
ADVERTISEMENT
ચેન્નઈમાં આજે એક રાજકીય મીટિંગ થઈ જે વિપક્ષી ગઠબંધન માટે ખાસ અપેક્ષાઓ લઈને શરૂ થઈ હતી પણ અંતે તે નિરાશામાં પરિણમી છે. સંસદના વિશેષ સત્રમાં આવનારા પરિસીમન બિલને રોકવા માટે કોંગ્રેસના સીનીયર નેતાઓ સીધા તમિલનાડુ પહોંચી ગયા હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને મમતા બેનર્જી જેવા નેતાઓએ ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને મળીને તેમનો અભિપ્રાય બદલવાની કોશિશ કરી હતી.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર “બ્રધર સ્ટાલિન” કહીને તેમની ક્લોઝ્નેસ દર્શાવી અને બિલના વિરોધમાં સાથ આપવાની વિનંતી કરી. જેમાં તેમને કહ્યું કે 850 સીટવાળી લોકસભાનું સ્વરૂપ નક્કી કરવાની છૂટ ભાજપને આપવી એ દેશના લોકશાહી માટે જોખમી છે, ખાસ કરીને દક્ષિણ ભારત અને તમિલનાડુ માટે. તેમને સ્ટાલિનને તમિલનાડુના હિતની રક્ષા કરવા અને આ યોજનાને નિષ્ફળ બનાવવા અપીલ કરી.
ADVERTISEMENT
પરંતુ સ્ટાલિન તેમના નિર્ણય પર અડગ રહ્યા હતા. મીટિંગ બાદ તેમણે સ્પષ્ટ કહ્યું કે ડીએમકેનો મુદ્દો પરિસીમન બિલ અંગે પહેલાં જેવો હતો તેવો જ છે. તેમને ભારપૂર્વક જણાવ્યું કે “તમિલનાડુ સૌથી પહેલાં” છે. જો આ બિલ પડી જાય તો રાજ્યને મળેલા ન્યૂનતમ સંવૈધાનિક રક્ષણ પણ ખોવાઈ જશે. વિપક્ષીઓએ કોઈ વ્યવહારુ વિકલ્પ પણ આપ્યો નથી આથી રાજ્યના હિત માટે આ બિલને ટેકો આપવા સિવાય બીજો રસ્તો નથી.
ડીએમકેના લોકસભામાં 22 અને રાજ્યસભામાં 8 સાંસદો છે. તેમના આ નિર્ણયથી વિપક્ષી “ઈન્ડિયા” ગઠબંધનની વ્યૂહરચનાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાલિને સ્પષ્ટ કરી દીધું કે તેમની પાર્ટી તમિલનાડુના હિતને જ અગ્રતા આપશે, પછી ભલે તે કેન્દ્રની સરકારને સમર્થન આપવાનું હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો અત્યારે સ્ટાલિન એનડીએને સમર્થન આપે તો અગામી સમયમાં તેઓ એનડીએના સમર્થનથી મુખ્યમંત્રી બનવાના પણ ચાન્સ છે. તેવું રાજકીય ગલીયારામાં ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ