ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદ સત્ર પહેલા ભાજપની મેગા વ્યૂહરચના: દિલ્હીમાં 6 કેન્દ્રીય પ્રધાનોના નિવાસસ્થાને રાત્રિભોજન

નેશનલ / સંસદ સત્ર પહેલા ભાજપની મેગા વ્યૂહરચના: દિલ્હીમાં 6 કેન્દ્રીય પ્રધાનોના નિવાસસ્થાને રાત્રિભોજન

Published By: Pravin Joshi

Last Updated: 07:12 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે લોકસભામાં રજૂ થનારા બંધારણ (132મો સુધારો) ખરડા અને સીમાંકન પ્રસ્તાવ અંગે વ્યૂહરચના ઘડવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે રાત્રે દિલ્હીમાં 6 કેન્દ્રીય પ્રધાનોના નિવાસસ્થાને વિવિધ રાજ્યોના સાંસદો માટે રાત્રિભોજન બેઠકોનું આયોજન કર્યું છે.

ADVERTISEMENT

સોમવારથી શરૂ થતી સંસદની કાર્યવાહી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની વ્યૂહરચનાને આખરી ઓપ આપવાની કવાયત તેજ કરી દીધી છે. સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પક્ષે રવિવારે રાત્રે પોતાના સાંસદો માટે અલગ-અલગ જૂથોમાં રાત્રિભોજનનું આયોજન કર્યું છે. દિલ્હીમાં 6 અલગ-અલગ સ્થળોએ યોજાનારી આ બેઠકોની જવાબદારી કેન્દ્રીય પ્રધાનોને સોંપવામાં આવી છે. વિવિધ રાજ્યો અને પ્રદેશોના સાંસદો સંબંધિત કેન્દ્રીય પ્રધાનોના નિવાસસ્થાને એકત્ર થશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદ સત્ર પહેલા સાંસદો સાથે સીમાંકન ખરડા અંગે ચર્ચા કરવાનો અને પરસ્પર સંકલન મજબૂત બનાવવાનો છે.

loksabha

કયા પ્રધાનના નિવાસસ્થાને કયા રાજ્યના સાંસદો એકત્ર થશે?

પૂર્વોત્તર રાજ્યો: અહીંના સાંસદો માટે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુના નિવાસસ્થાને રાત્રિભોજન રાખવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ: રાજ્યના સાંસદો કેન્દ્રીય પ્રધાન કમલેશ પાસવાનના નિવાસસ્થાને રાત્રિભોજન કરશે.

મધ્ય પ્રદેશ: અહીંના સાંસદો માટે કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના ઘરે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

છત્તીસગઢ: રાજ્યના સાંસદો કેન્દ્રીય પ્રધાન તોખન સાહુના નિવાસસ્થાને ભેગા થશે.

હરિયાણા અને દિલ્હી: આ બંને પ્રદેશોના સાંસદો માટે કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના ઘરે રાત્રિભોજન રાખવામાં આવ્યું છે, જ્યાં ખટ્ટર સાંસદો સાથે સોમવારની વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: આ પહાડી રાજ્યોના સાંસદો કેન્દ્રીય પ્રધાન જે. પી. નડ્ડાના નિવાસસ્થાને રાત્રિભોજન કરશે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં અનેક અગત્યના મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. પક્ષે આ બેઠકો માટે સાંસદોને તેમના પ્રદેશ અને રાજ્ય મુજબ અલગ-અલગ જૂથોમાં વહેંચ્યા છે. સંસદ સત્ર દરમિયાન સરકારને અનેક મહત્વના મુદ્દાઓ પર વિપક્ષના સવાલો અને રાજકીય વિરોધનો સામનો કરવો પડી શકે છે. આ સંજોગોમાં પક્ષનું નેતૃત્વ ઈચ્છે છે કે તેના સાંસદો સંપૂર્ણ તૈયારી સાથે ગૃહમાં એકજૂથ થઈને સરકારનો પક્ષ રજૂ કરે અને સંસદીય કાર્યવાહીમાં સક્રિય ભૂમિકા ભજવે. ભારતીય જનતા પાર્ટી આ વખતે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા ખરડાઓને કોઈપણ સંજોગોમાં પસાર કરાવવા માંગે છે.

સોમવારે સંસદમાં રજૂ થશે બંધારણીય સુધારા ખરડો

કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં એક નવો બંધારણીય સુધારા ખરડો રજૂ કરવા જઈ રહી છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે એક-તૃતીયાંશ અનામત લાગુ કરવાનો છે. આ ખરડા હેઠળ લોકસભામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે બેઠકોની સંખ્યા વધારવામાં આવશે, તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં પણ બેઠકોની સંખ્યામાં 50% નો વધારો કરવામાં આવશે. આ નવી બેઠકો અને મતવિસ્તારોની સીમાઓને વર્ષ 2051 સુધી યથાવત રાખવામાં આવશે. સોમવારે રજૂ થનારા બંધારણ (132મો સુધારો) ખરડો, 2026 હેઠળ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે, જેમાં રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 સભ્યો સામેલ હશે. આ ઉપરાંત, રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની મહત્તમ મર્યાદા 500 થી વધારીને 650 કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સમજાવવા પહોંચે તે પહેલાં જ સ્ટાલિને બતાવ્યું વલણ, કહ્યું- અમારો નિર્ણય તમિલનાડુના હિતમાં જ

બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ આ ખરડાનો સાથે મળીને વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. વિપક્ષનું કહેવું છે કે આ ખરડાથી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના હિતોને નુકસાન પહોંચશે. ગઠબંધને સરકારના આ પગલાને સત્તાધારી પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક એવો પ્રયાસ ગણાવ્યો છે, જેના દ્વારા તેઓ કાયમ માટે સત્તા પર કબજો જમાવવા માંગે છે અને દેશમાંથી લોકશાહી ખતમ કરવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelimitationBill BJP ParliamentSession2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ