ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ઘરના આંગણે પાણી છાંટવાથી દૂર થાય છે નકારાત્મક ઊર્જા? મા લક્ષ્મીની કૃપા મેળવવાનો આ છે સરળ ઉપાય
5 ફોટો ગેલેરી
Last Updated: 11:01 PM, 29 November 2026
1/5
સવારે ઊઠીને ઘરના આંગણે પાણી છાંટવાની પરંપરા આપણા દેશમાં ઘણી જૂની છે. ઘણા લોકો તેને માત્ર સફાઈનો એક ભાગ માને છે, પણ જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ક્રિયાનું ખાસ મહત્ત્વ છે. એક જ્યોતિષે આ વિશે વિગતવાર જણાવ્યું છે કે આ સાદી આદતથી ઘરના વાતાવરણમાં કેવા ફેરફારો આવી શકે છે.
2/5
ADVERTISEMENT
3/5
આંગણા પર ઘરની સુરક્ષા રેખા તરીકે જોવામાં આવે છે. રોજ સવારે તેને પાણીથી સાફ કરવાથી ખરાબનજર, નકારાત્મક પ્રભાવ કે બીજા હાનિકારક અસરો ઘરમાં પ્રવેશતી નથી. એજ કારણે ગામડાથી લઈને શહેરો સુધી આ પરંપરા આજે પણ જીવંત છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્વચ્છ અને સાફ આંગણું મા લક્ષ્મીને પ્રિય છે. સવારે પાણી છાંટીને આંગણું સાફ રાખવાથી ઘરમાં દેવીનું આગમન થાય છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બને છે અને આર્થિક સ્થિતિ સુધરવાના માર્ગો ખુલે છે.
4/5
જ્યોતિષ અનુસાર જ્યારે ઘરનો પ્રવેશદ્વાર સ્વચ્છ અને વ્યવસ્થિત રહે છે ત્યારે પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. સભ્યો વચ્ચે પ્રેમ અને તાલમેલ વધે છે, જેથી ઘરમાં ખુશહાલી બની રહે છે. વ્યવહારિક રીતે જોવામાં આવે તો પણ આ ક્રિયાથી ધૂળ-માટી દૂર થાય છે અને પ્રવેશદ્વાર સાફ દેખાય છે. ઘરમાં આવનારા મહેમાનો પર પણ સારી છાપ પડે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ