ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે? જાણો ભાદરવાની ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 08:23 AM, 4 October 2026
1/6
ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો તેમજ કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. વરસાદના વિરામ વચ્ચે તાપમાનમાં પણ વધારો નોંધાતા લોકો ફરી એકવાર ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સંપૂર્ણ સૂકું રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ADVERTISEMENT
5/6
ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક રહી છે, જ્યાં અત્યારસુધી 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં હવે વરસાદની સંભાવનાઓ પણ ઘટી રહી છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં વધુ શુષ્કતા જોવા મળે તેવી શક્યતા છે.
6/6
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ હાલમાં અલ-નીનોની મજબૂત અસર જોવા મળી રહી છે, જેની અસર વર્ષના અંત સુધી રહેવાની શક્યતા છે. અલ-નીનોની અસરને કારણે ઓક્ટોબર દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ