ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિલીઝ પહેલાં જ સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ની ટ્રિપલ સેન્ચુરી, 300 કરોડમાં વેચાયા થિયેટ્રિકલ રાઇટ્સ

મનોરંજન / રિલીઝ પહેલાં જ સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ની ટ્રિપલ સેન્ચુરી, 300 કરોડમાં વેચાયા થિયેટ્રિકલ રાઇટ્સ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:49 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Love & War: સંજય લીલા ભણસાલીની મોસ્ટ એવેટેડ ફિલ્મ "લવ એન્ડ વોર" રિલીઝ થાય તે પહેલાં ચર્ચામાં આવી રહી છે.

ADVERTISEMENT

Love & War: સંજય લીલા ભણસાલીની મોસ્ટ એવેટેડ ફિલ્મ "લવ એન્ડ વોર" રિલીઝ થાય તે પહેલાં ચર્ચામાં આવી રહી છે. અહેવાલો અનુસાર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત આ ફિલ્મે ટ્રેલર રિલીઝમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.

સંજય લીલા ભણસાલી ફરી એકવાર તેમની ફિલ્મ "લવ એન્ડ વોર" સાથે પરત ફરી રહ્યા છે, જે 2027 માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલની ત્રિપુટી પહેલીવાર મોટા પડદા પર ફરી જોવા મળશે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.

હવે આ ફિલ્મ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બોલિવૂડ હંગામા અનુસાર ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ રિલીઝ થાય તે પહેલાં જ ₹300 કરોડમાં વેચાઈ ગયા છે. આ રાઇટ્સ મેળવવા માટે કંપનીઓ સાથે ઘણા સમયથી વાટાઘાટો ચાલી રહી હતી.

પેન મરુધરને ખરીદ્યા રાઇટ્સ

"લવ એન્ડ વોર" ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે જિયો સ્ટુડિયો, અનિલ થડાની, ધર્મા પ્રોડક્શન્સ અને પેન મરુધર જેવા મોટા નામો સ્પર્ધામાં હતા. જોકે પેન મરુધર બોલી જીતી ગયા. અહેવાલો અનુસાર આ ફિલ્મ 2027 માં મોટા પડદા પર રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ વાયરલ / 'એક કચોરી, 2 સમોસા' વાળો નારો ક્યાંથી આવ્યો? લોકો બોલ્યા- દુનિયામાં કંઈપણ થાય, તારક મહેતા સાથે રિલેશન નીકળી જ આવે"

ફિલ્મ ફેબ્રુઆરી 2027 માં રિલીઝ થશે

સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત "લવ એન્ડ વોર" 21 જાન્યુઆરી, 2027 ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રણબીર અને આલિયાએ અગાઉ "બ્રહ્માસ્ત્ર" ફિલ્મમાં સાથે કામ કર્યું હોવા છતાં, આ ફિલ્મમાં પહેલી વાર વિકી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ત્રણ દમદાર કલાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ એકસાથે આવી રહ્યા છે. ચાહકો મોટા પડદા પર શાનદાર ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanjay Leela Bhansali Love & War budget Love & War release date

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ