ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:31 PM, 4 October 2026
ADVERTISEMENT
8th Pay Commission: 8મું પગાર પંચ આ અઠવાડિયે એક મોટી બેઠક યોજી રહ્યું છે. આયોગ બેંગલુરુમાં કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે બેઠક કરી કરવાનું છે. આ બેઠક 7 અને 8 ઓક્ટોબર 2026 ના રોજ યોજાશે. આ બેઠકમાં બધા સ્ટેક હોલ્ડર્સ પગાર પંચને તેમની માંગણીઓ અને પડકારો વિશે જાણ કરશે. સૌથી વધુ ચર્ચામાં આવતા મુદ્દાઓમાં ફિટમેન્ટ ફેક્ટર, ડીએ, એચઆરએ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં આયોગ સામે પેન્શન સુધારા માટેની માંગણીઓ આવી શકે છે.
ADVERTISEMENT
આ મહિને મુંબઈમાં પણ એક બેઠક
આયોગની ઓક્ટોબરમાં બેઠક થવાની છે. આ બેઠક 22 અને 23 ઓક્ટોબરે યોજાશે. ભાગ લેવા માટે બધા સ્ટેક હોલ્ડર્સએ 10 ઓક્ટોબર સુધીમાં યૂનિક મેમો આઇડી મેળવવું આવશ્યક છે. અગાઉ દિલ્હી અને લખનૌ સહિત અનેક શહેરોમાં પગાર પંચની બેઠકો યોજાઈ ચૂકી છે.
ADVERTISEMENT
ફિટમેન્ટ ફેક્ટર 4 ની માંગ
ઘણા કર્મચારી સંગઠનોએ કમિશનને ફિટમેન્ટ ફેક્ટર 4 સુધી રાખવા વિનંતી કરી છે. જો ફિટમેન્ટ ફેક્ટર 4 પર રહે છે, તો મૂળ પગાર ₹18,000 થી વધીને ₹72,000 સુધી થઈ શકે છે. છઠ્ઠા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 1.86 અને 7મા પગાર પંચ દરમિયાન 2.57 નક્કી કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / તૈયાર થઇ રહી છે ભારતની માઇક્રો મિસાઇલ 'જ્વાલા', રોકેટ મોટર્સનો ટેસ્ટ સફળ
ADVERTISEMENT
DA ને લઇ અલગ માંગણી
કેટલાક સંગઠનોએ આયોગને ડીએ સંબંધિત પણ માંગણીઓ કરી છે. તેઓ માંગ કરે છે કે મોંઘવારી ભથ્થું વર્ષમાં ચાર વખત વધારવામાં આવે. હાલમાં ડીએ વધારો વર્ષમાં ફક્ત બે વાર થાય છે. આયોગ સામે ડીએ 25 ટકા થવા પર બેસિક પગારમાં મર્જ કરવાની માંગણી થઇ છે. હાલમાં ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની કોઈ જોગવાઈ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ