ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:00 PM, 4 October 2026
1/6
વાસ્તુશાસ્ત્રમાં ધન અને ઘરેણાંને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી લોકો ચોરી કે નજરથી બચાવવા માટે ઘણી વખત ઘરમાં અલગ-અલગ જગ્યાએ રોકડ અને કિંમતી વસ્તુઓ છુપાવીને રાખે છે. જોકે કેટલીક જગ્યાઓને વાસ્તુમાં ધન રાખવા માટે યોગ્ય માનવામાં આવતી નથી. માન્યતા છે કે આવી જગ્યાએ પૈસા રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અટકી શકે છે અને ધનની બચત તથા પ્રગતિ પર અસર પડી શકે છે. આવો જાણીએ કઈ 4 જગ્યાએ પૈસા કે ઘરેણાં રાખવાનું ટાળવું જોઈએ.
2/6
ઘણા લોકો રસોડાને સુરક્ષિત જગ્યા માનીને ચોખા, લોટ કે દાળના મોટા ડબ્બાની નીચે રોકડ કે ઘરેણાં છુપાવી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અગ્નિ અને જળ બંને તત્વો સાથે જોડાયેલી ઊર્જા હોય છે. અનાજના ડબ્બામાં પૈસા રાખવાથી પૈસા અને અન્ન બંનેની ઊર્જા પ્રભાવિત થવાની માન્યતા છે. જેના કારણે ઘરમાં બિનજરૂરી ખર્ચ વધે છે અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
3/6
કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની નજીક આવેલી દીવાલ કે અલમારીના ગૂપ્ત ખાનામાં રૂપિયા અને ઘરેણાં રાખે છે. વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજો ઘરમાં ઊર્જાના પ્રવેશનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. દરવાજાની બરાબર સામે અથવા તેની ખૂબ નજીક ધન રાખવાથી ઘરમાં આવતી સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો થઈ શકે છે. તેથી આ જગ્યાએ રોકડ કે કિંમતી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.
4/6
ઘણા ઘરોમાં લોકો ઈમરજન્સી માટે ગાદલા નીચે અથવા પલંગના સ્ટોરેજમાં પૈસા અને ઘરેણાં છુપાવી રાખે છે. પરંતુ વાસ્તુની માન્યતા મુજબ પલંગનો સંબંધ આરામ અને સ્વાસ્થ્ય સાથે છે. તેની નીચે રોકડ કે કિંમતી વસ્તુઓ રાખવાથી માનસિક તણાવ વધી શકે છે અને ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી પૈસા અને ઘરેણાં માટે પલંગની નીચેની જગ્યા પસંદ કરવી યોગ્ય માનવામાં આવતી નથી.
ADVERTISEMENT
5/6
ઘરમાં જગ્યા ઓછી હોય ત્યારે લોકો ઘણી વખત સીડીની નીચેની ખાલી જગ્યા કે ત્યાં બનાવેલા ગૂપ્ત ખાનામાં રૂપિયા અને ઘરેણાં રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં સીડીની નીચેનો ભાગ ભારે દબાણ અને સતત અવરજવર સાથે જોડાયેલો માનવામાં આવે છે. માન્યતા છે કે અહીં રાખવામાં આવેલું ધન વધવાને બદલે આર્થિક સમસ્યાઓ ઊભી કરી શકે છે. વ્યક્તિ પર દેવાનો બોજ વધી શકે છે અને પ્રગતિના માર્ગમાં અડચણો આવવાની માન્યતા છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર / 480 મીટર લાંબો પુલ તૈયાર, બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બ્રિજનું કામકાજ પૂર્ણ
ટોપ સ્ટોરીઝ