ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મુંબઈમાં CJPના વિરોધ પ્રદર્શન સામે પોલીસની મોટી કાર્યવાહી, આયોજકો સહિત 500 લોકો સામે FIR દાખલ
Last Updated: 05:36 PM, 3 October 2026
ADVERTISEMENT
Mumbai News: મુંબઈના શિવાજી પાર્ક ખાતે 2 ઓક્ટોબરના યોજાયેલા CJPના વિરોધ પ્રદર્શનના આયોજકો અને 400-500 અજાણ્યા સમર્થકો અને પ્રદર્શનકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન NHRC એ સગીરોની કથિત સંડોવણી અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયોના પ્રસાર અંગેની ફરિયાદની નોંધ લીધી છે.
ADVERTISEMENT
મુંબઈના શિવાજી પાર્કમાં 2 ઓક્ટોબરના યોજાયેલા CJP વિરોધ પ્રદર્શનના આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સીજેપી વિરોધ પ્રદર્શનના આયોજકો અને 400-500 અજાણ્યા CJP સમર્થકો અને પ્રદર્શનકારી સામે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ પહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ 2 ઓક્ટોબરના મુંબઈમાં યોજાયેલા જાહેર વિરોધ પ્રદર્શનમાં સગીર બાળકોની કથિત ભાગીદારી અને સોશિયલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયોના પ્રસાર અંગેની ફરિયાદની નોંધ લીધી હતી. પંચે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 ની કલમ 12 હેઠળ કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / મોટી ફાર્મા કંપનીએ કેપ્ટન સ્મિત મચ્છરને ‘અસલી હીરો’ ગણાવી ₹10000000ના ઇનામની જાહેરાત કરી
ADVERTISEMENT
ફરિયાદ દાખલ કરવામાં આવી
ફરિયાદ સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશનના હેડ ઓફ ઇંટરવેંશન સતીશ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. NHRC એ મુંબઈ પોલીસ કમિશનર, MeitY, ભારતમાં એક્સ કોર્પના ગ્રિવાંસ ઓફિસર અને મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવને નોટિસ ફટકારી હતી. આયોગએ મુંબઈ પોલીસને ફોટોગ્રાફ્સ, વીડિયો અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવાનો અને જો કોઈ ગુનો જણાય તો FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો