ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મોટી ફાર્મા કંપનીએ કેપ્ટન સ્મિત મચ્છરને ‘અસલી હીરો’ ગણાવી ₹10000000ના ઇનામની જાહેરાત કરી
Last Updated: 04:09 PM, 3 October 2026
ADVERTISEMENT
આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ફ્લાયદુબઈના 174 મુસાફરોના શ્વાસ કૉકપિટમાં ઘટેલી એક ભયાનક ઘટનાને કારણે અધ્ધર થઈ ગયા હતા. જોકે, ભારતીય પાયલટ અને કૅપ્ટન સ્મિત મચ્છરની અસાધારણ સૂઝબૂઝ અને બહાદુરીના કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે. કો-પાયલટના જાનલેવા હુમલા છતાં પોતાના જીવની પરવા કર્યા વગર કૅપ્ટન સ્મિતે વિમાનનું સલામત લેન્ડિંગ કરાવીને તમામ મુસાફરોનો જીવ બચાવી લીધો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ1073 કુલ 174 મુસાફરો સાથે ઇઝરાયલ તરફ જઈ રહી હતી. વિમાન હવામાં હતું ત્યારે જ કો-પાયલટે 9/11 જેવા જ આતંકવાદી કાવતરાના ભાગરૂપે વિમાનને કંટ્રોલમાં લઈને ઇઝરાયલમાં ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કૉકપિટમાં રહેલી ઇમરજન્સી કુહાડી (Crash Axe) વડે કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં કૅપ્ટન સ્મિતે હિંમત હારી નહીં અને કોઈક રીતે કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખુલતાં જ ફ્લાઇટ ક્રૂ અને મુસાફરોએ તાત્કાલિક કૉકપિટમાં પહોંચીને આરોપી કો-પાયલટને કાબૂમાં લીધો હતો.
Capt. Smit Machchhar put his crew and every passenger before himself. That is true leadership.
— Mankind Pharma (@Pharma_Mankind) October 2, 2026
As a humble gesture of gratitude, Mankind Pharma is contributing ₹1 crore to him and his family.
You have made India proud. We salute you. 🇮🇳#CaptSmitMachchhar pic.twitter.com/75pdk5iZqn
ADVERTISEMENT
દેશની જાણીતી દવાની ઉત્પાદક કંપની મેનકાઇન્ડ ફાર્માએ કૅપ્ટન સ્મિત મચ્છરને 'આપણા સમયના સાચા હીરો' ગણાવતા ₹1,00,00,000 (1 કરોડ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "તમે વિશ્વ સમક્ષ જે સાહસ, શૌર્ય અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનાથી દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થયું છે. આ બહાદુરીને નમન કરતા મેનકાઇન્ડ ફાર્મા કૅપ્ટન સ્મિત અને તેમના પરિવારને ₹1,00,00,000નું યોગદાન આપે છે."
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કૅપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત કરીને તેમના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા હતા અને તેમની બહાદુરીના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, "સમગ્ર દેશ તમારા ઝડપી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને મહામૃત્યુજંય મંત્રના જાપ થઈ રહ્યા છે. ગંભીર ઇજાઓ હોવા છતાં તમે મુસાફરોનો જીવ બચાવવા જે નિર્ણય લીધો તેના પર આખા દેશને ગર્વ છે. તમે સાબિત કરી દીધું કે ભારતીયો જીવ લેનારા નહીં પરંતુ જીવ બચાવનારા હોય છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
યુએઈની સરકારી સમાચાર એજન્સી WAMના રિપોર્ટ અનુસાર, સંયુક્ત અરબ અમીરાત (UAE)ના પ્રોસિક્યુટર જનરલે સ્પષ્ટ કર્યું છે કે કો-પાયલટે ફ્લાઇટ દરમિયાન આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કૉકપિટમાં ઇમરજન્સી સ્થિતિ માટે રાખવામાં આવતી કુહાડીથી કૅપ્ટન પર હુમલો કર્યો હતો. હાલમાં આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ડિજિટલ અને ફિઝિકલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ