ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘ફર્ઝી 2’માં શાહિદ કપૂરની હિરોઈન બની આ હસીના, જાણો કોણ છે યુક્તિ થરેજા?

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ‘ફર્ઝી 2’માં શાહિદ કપૂરની હિરોઈન બની આ હસીના, જાણો કોણ છે યુક્તિ થરેજા?

Last Updated: 11:48 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ અને ડીકેની લોકપ્રિય ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ 'ફર્ઝી 2' (Farzi 2) માં એક્ટ્રેસ યુક્તિ થરેજા શાહિદ કપૂર સાથે લીડ ફીમેલ રોલ ભજવતી જોવા મળશે.

1/5

photoStories-logo

1. ‘ફર્ઝી 2’માં શાહિદ કપૂરની હિરોઈન બની આ હસીના, જાણો કોણ છે યુક્તિ થરેજા?

OTT પ્લેટફોર્મ પર ઇતિહાસ રચનારી રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકે (Raj & DK) ની બ્લેક કૉમેડી ક્રાઇમ થ્રિલર સિરીઝ 'ફર્ઝી' (Farzi) ની બીજી સીઝનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. શાહિદ કપૂરના ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 'Farzi Season 2' માં આ વખતે નવી ફીમેલ લીડની એન્ટ્રી થઈ ગઈ છે. ફેમસ એક્ટ્રેસ અને મોડેલ યુક્તિ થરેજા (Yukti Thareja) આ સિરીઝમાં શાહિદ કપૂર સામે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મારા તમામ સીન શાહિદ કપૂર સાથે છે - યુક્તિ થરેજા

વેરાયટી ઈન્ડિયા (Variety India) સાથેની ખાસ વાતચીતમાં યુક્તિ થરેજાએ પોતે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું હતું કે, હું 'ફર્ઝી સીઝન 2' માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છું અને આ આખી સીઝનમાં હું એકમાત્ર મુખ્ય મહિલા પાત્ર છું. મારા તમામ સીન શાહિદ કપૂર સાથે શૂટ થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 80% શૂટિંગ પૂરું

પોતાના પાત્ર વિશે ખુલાસો કરતા યુક્તિએ ઉમેર્યું કે, મારું પાત્ર એક નિડર અને સ્પષ્ટવક્તા Gen-Z યુવતીનું છે, જે સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે. આ એક ખૂબ જ મજબૂત અને ઊંડાણપૂર્વક લખાયેલું પાત્ર છે. મેં મારા હિસ્સાનું લગભગ 80% શૂટિંગ પૂરું કરી લીધું છે અને બાકીનું 20% કામ ટૂંક સમયમાં પૂરું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોણ છે યુક્તિ થરેજા?

યુક્તિ થરેજાને અસલી લોકપ્રિયતા ઈમરાન હાશ્મી સાથેના સુપરહિટ મ્યુઝિક વીડિયો 'લૂટ ગયે' (Lut Gaye) થી મળી હતી. ઝુબિન નૌટિયાલ દ્વારા ગવાયેલા આ ગીતે YouTube પર 1 બિલિયન (100 કરોડ) થી વધુ વ્યુઝ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય યુક્તિએ 'હૈ જૂનૂન! ડ્રીમ. ડેયરી. ડોમિનેટ', 'દિલ્હી ક્રાઇમ સીઝન 3' અને મલયાલમ એક્શન ફિલ્મ 'માર્કો' (Marco) માં પણ પોતાની એક્ટિંગની છાપ છોડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સીઝન 1 ની ભવ્ય સફળતા અને રિલીઝ ડેટ

ઉલ્લેખનીય છે કે 2023 માં રિલીઝ થયેલી 'ફરઝી' ના પહેલા સીઝનમાં શાહિદ કપૂર સાથે રાશી ખન્નાની કેમેસ્ટ્રી જોવા મળી હતી. પરંતુ આ વખતે વાર્તામાં નવા વળાંક સાથે યુક્તિ થરેજાને શાહિદ (સની) ના લવ-ઇન્ટરેસ્ટ તરીકે કાસ્ટ કરવામાં આવી છે. 'ફરઝી સીઝન 2' ના શૂટિંગનું કામ અંતિમ તબક્કામાં છે અને આ સિરીઝ 2027 ના મધ્ય સુધીમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થાય તેવી ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Farzi2 YuktiThareja ShahidKapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ